રાજ્યપાલશ્રી આચાર્યદેવવ્રતની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ ખેડૂત સંમેલન યોજાશે
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ ખેડૂત સંમેલન યોજાશે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના સ્વામિનારાયણ મંદિર કાંકણોલ હિંમતનગર ખાતે પ્રાકૃતિક કૃષિ ખેડૂત સંમેલન યોજાશે. આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ થકી દેશના ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ ઉન્નત બને, દેશનો પ્રત્યેક નાગરિક સ્વસ્થ અને તંદુરસ્ત બને તેમજ પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે અર્થે રાજ્યના દરેક ગામમાં ૭૫ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવતા થાય તે માટે વડાપ્રધાન શ્રી એ આહવાન કર્યું છે.
સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોમાં પ્રાકૃતિક કૃષિ અંગે વ્યાપક જાગૃતતા લાવી પ્રાકૃતિક કૃષિનું અભિયાન જન આંદોલન બને તે ઉદ્દેશ્યથી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ ખેડૂત સંમેલન તા. ૮ સપ્ટેમ્બર ૨૦૨૨ના ગુરૂવારના રોજ સવારે ૧0:00 કલાકે સ્વામિનારાયણ મંદિર કાંકણોલ હિંમતનગર ખાતે યોજાશે.
આ કાર્યક્રમમાં અન્ન નાગરિક પુરવઠો રાજ્યકક્ષા મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમાર, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ અને પ્રભારી મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોર, સાંસદ શ્રી દિપસિંહ રાઠોડ, રાજ્યસભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ધીરજભાઈ પટેલ અને હિંમતનગરના ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ચાવડા ઉપસ્થિત રહેશે.
abidali bhura
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.