ભાભરમાંથી સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે ૩૭૧૮ વિદેશી દારૂની બોટલો ભરેલી ગાડી ઝડપી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/egtrjjcghpi8sirr/" left="-10"]

ભાભરમાંથી સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે ૩૭૧૮ વિદેશી દારૂની બોટલો ભરેલી ગાડી ઝડપી


ભાભર પોલીસ ઉંઘતી રહી અને સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે રૂ.૪.૭૦ નો ૩૭૧૮ વિદેશી દારૂની બોટલ ઝડપી પાડી છે.

ભાભરમાં કટીંગ માટે આવેલ વિદેશી દારૂ ભરેલ સ્કોર્પિયો ગાડી સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગર દ્વારા રાત્રિના સમયે ઝડપી પાડતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગર દ્વારા રાત્રિના સમયે ભાભર ટાઉન માં આવેલ મામલતદાર કચેરી પાસે ચરેડામાં અવાવરૂ જગ્યા માં દારૂ નું કટીંગ થતું હોવાની બાતમી ના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગર દ્વારા રેડ કરતા કટીંગ માં આવેલ સ્કોર્પિયો ગાડી જેમાં ભારતીય બનાવટ નો ઇંગ્લિશ દારૂ બોટલ નંગ ૩૭૧૮ જેની કીંમત રૂ.૪.૭૦ લાખ નો દારૂ તેમજ ગાડી ચાલક સ્કોર્પિયો ગાડી તેમજ મોબાઈલ ફોન ૨ સહિત ૯.૮૦ લાખ નો મુદ્દામાલ તેમજ ગાડી ચાલક મુકેશ દેવજીભાઈ રહે. ચારંડા તાલુકો થરાદ વાળા ને પકડી પાડેલ ભાભર પોલીસ મથકે ગુનો નોંધાવેલ છે અને આ ગુના ની વધુ તપાસ ભીલડી પીએસઆઈ ને સોંપવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]