સૌરાષ્ટ્રે સોમનાથં ચ..... આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યે શ્રાવણ પર્વે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, સોમનાથ મહાદેવના દર્શન.. સરદાર વલ્લભભાઇ પટેલ ને પૂષ્પાંજલી... - At This Time

સૌરાષ્ટ્રે સોમનાથં ચ….. આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યે શ્રાવણ પર્વે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, સોમનાથ મહાદેવના દર્શન.. સરદાર વલ્લભભાઇ પટેલ ને પૂષ્પાંજલી…


સૌરાષ્ટ્રે સોમનાથં ચ.....
આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યે શ્રાવણ પર્વે ગુજરાત રાજ્યના
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ,
સોમનાથ મહાદેવના દર્શન.. સરદાર વલ્લભભાઇ પટેલ ને પૂષ્પાંજલી...
મહાપુજા-ધ્વજાપુજા કરી મુખ્યમંત્રીશ્રી ધન્ય બન્યા હતા.
તા.19-08-2022, શુક્રવાર-શ્રાવણ વદ આઠમ
જન્માષ્ટમીના પાવન પર્વે હરિ-હર ની પાવન ભૂમી સોમનાથ મહાદેવના સાનિધ્યે ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, સોમનાથ મહાદેવના દર્શન કરી મુખ્ય મંત્રીશ્રી ધન્ય બન્યા હતા. સોમનાથ પરિસરમાં આવેલ સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને પૂષ્પાંજલી અર્પણ કરી હતી, શ્રી સોમનાથ મંદિર ખાતે ભુદેવોના મંત્રોચ્ચાર સાથે પુષ્પહારથી મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત સેક્રેટરી શ્રી યોગેન્દ્રભાઇ દેસાઇએ પુષ્પમાળા સાથે કરેલ હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી એ સોમનાથ મહાદેવને બિલ્વાર્ચન,પુષ્પાર્ચન, સોમેશ્વર મહાપૂજન ધ્વજાપુજન કરેલ હતા. આ પૂજાવિધિ મુખ્ય પુજારી શ્રી વિજયભાઇ ભટ્ટની ટીમ દ્વારા કરાવવામાં આવેલ હતી. પુજા બાદ મુખ્યમંત્રીશ્રી ને રૂદ્રાક્ષમાળા સાથે સન્માન પુજારીશ્રી વિજયભાઇ ભટ્ટ દ્વારા કરવામાં આવેલ, સાથે જ શાલ ઓઢાડી સન્માન ટ્રસ્ટી શ્રી જે ડી પરમાર સાહેબ દ્વારા કરવામાં આવેલ હતુ, સોમનાથ મહાદેવ ની છબી આપી સન્માન સેક્રેટરી યોગેન્દ્રભાઇ દેસાઇ એ કરેલુ હતુ.
હાલ શ્રાવણ માસ પર્વે શરૂ થયેલી ખાસ મીકેનીઝમ સીસ્ટમ જેમનાથ ધ્વજા મંદિરના શીખર સુધી પહોચે છે, અને યાત્રીકો સ્વહસ્તે ધ્વજા ચડાવી ધન્ય બને છે, આ સીસ્ટમથી ધ્વજારોપણ કરી માન.મુખ્યમંત્રી ધન્ય બન્યા હતા. આ પ્રસંગે ગીર સોમનાથ જીલ્લા કલેક્ટરશ્રી આર જી ગોહિલ, જીલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, જીલ્લા વિકાસ અધિકારી શ્રી રવિન્દ્ર ખતાલે, સાંસદ રાજેશભાઇ ચુડાસમા, જીલ્લા પંચાયત પ્રમુખ રામીબેન વાજા, પાલીકા પ્રમુખ પીયુષ ફોફંડી, માનસીહભાઇ પરમાર, ઝવેરીભાઇ ઠકરાર, જશાભાઇ બારડ, ગોવીંદભાઇ પરમાર, જે ડી સોલંકી સહિત મહાનુભાવો, પદાધીકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.