પસંદગીનો વાહન નંબર જોઇએ તો થઈ જાઓ તૈયાર! - At This Time

પસંદગીનો વાહન નંબર જોઇએ તો થઈ જાઓ તૈયાર!


ગાંધીનગરની સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી દ્વારા ગાંધીનગર જિલ્લાના વાહનમાલિકો પોતાની પસંદગીના વાહન નંબર મેળવી શકે તે માટે ઓનલાઈન હરાજી યોજાશે. ગાંધીનગર જિલ્લા એઆરટીઓ કચેરી દ્વારા આ માટે E-Auction પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત 20 ફેબ્રુઆરી, સાંજે 4 કલાકથી 1 માર્ચ, સાંજે 3.59 કલાક સુધી રજીસ્ટ્રેશન અને 1 માર્ચ, સાંજે 4 કલાકથી 3 માર્ચ સાંજે 4 કલાક સુધી પસંદગીના નંબરો માટે ઓનલાઈન હરાજી યોજવામાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.