ક્રિકેટ સટ્ટો રમતા એક, વરલીનો જુગાર રમાડતા બે પકડાયા - At This Time

ક્રિકેટ સટ્ટો રમતા એક, વરલીનો જુગાર રમાડતા બે પકડાયા


શહેર પોલીસે જુદા જુદા ત્રણ સ્થળેથી ક્રિકેટ સટ્ટો રમતા એક અને વરલીનો જુગાર રમાડતા બે શખ્સને ઝડપી લીધા છે. શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન ક્રાઇમબ્રાંચની ટીમને મળેલી માહિતીના આધારે રૈયા ચોકડી નજીકથી ક્રિકેટ સટ્ટો રમતા બેડી નાકા પાસે રહેતા વિજય પ્રફુલ્લ વોરા અને પોરબંદરના આશિફ ઇકબાલ મનસુરી નામના શખ્સને પકડી પાડયા હતા. પોલીસે વિજયનો મોબાઇલ ચેક કરતા તે રાજસ્થાન-લખનૌ વચ્ચેના મેચ પર ઓનલાઇન સોદા નાખી સટ્ટો રમતો હોવાનું જાણવા મળ્યું હતું. વિજય સાથે પકડાયેલા આશિફ મનસુરી પાસેથી સટ્ટો રમવા આઇડી મેળવ્યાની કેફિયત આપતા બંને સામે ગુનો નોંધી ધરપકડ કરી છે.

જ્યારે કરણપરા 24-25માંથી આ જ વિસ્તારના અમિત અનિલ ચાવડાને વરલીનાં આંકડા પર જુગાર રમાડતા પોલીસે પકડી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી બે મોબાઇલ ઉપરાંત રૂ.42,140ની રોકડ કબજે કરી છે. તદઉપરાંત ભગવતીપરા મેઇન રોડ પરથી કોઠારિયા ગામના આબીદ રહીમ શેખને રોકડા રૂ.10,450 સાથે પકડી પાડી કાર્યવાહી કરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.