સુદામડા ના રબારી સમાજ દ્વારા દ્વારકા પગપાળા યાત્રા નું આયોજન કરાયું. - At This Time

સુદામડા ના રબારી સમાજ દ્વારા દ્વારકા પગપાળા યાત્રા નું આયોજન કરાયું.


ફાગણ સુદ પૂનમ એટલે હોળી નો તહેવાર, આ હોળી ના તહેવારો માં અનેક મંદિરો માં દર્શનાર્થીઓ જાય છે. જેમાં જગવિખ્યાત દ્વારકા માં લોકોનું માનવ મહેરમણ ઉમટી પડે છે.
સાયલા ના સુદામડા ગામ ના રબારી સમાજ દ્વારા દ્વારકા જવા માટે પગપાળા યાત્રા નું આયોજન કરાયું છે. જેમાં સમાજના લોકો જય દ્વારકાધીશ ના નાદ સાથે તા, ૩/૩/૨૦૨૫ ના રોજ દ્વારકાધીશ ના દર્શન માટે પગપાળા યાત્રા શરૂ કરશે. જેમાં રસ્તામાં આવતા દરેક ભાવિક ભક્તો યાત્રામાં જોડાઈ શકે છે. પૂનમ ના નજીક ના દિવસોમાં દ્વારકા ના રસ્તાઓ પર શ્રદ્ધાળુંના દ્વારકાધીશ ના નાદ થી ગુંજી ઉઠશે.

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image