બગોદરા ૧૦૮ની ટીમને પ્રમાણિકતાનો એવોર્ડ આપી સન્માનીત કરાયા - At This Time

બગોદરા ૧૦૮ની ટીમને પ્રમાણિકતાનો એવોર્ડ આપી સન્માનીત કરાયા


અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના
બગોદરા ૧૦૮ની ટીમને પ્રમાણિકતાનો એવોર્ડ આપી સન્માનીત કરાયા હતા
પાઇલોટ દિવસ ની ઉજવણી નિમિતે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર માં જી એમ ઈ આર એસ સિવિલ હોસ્પિટલ ખાતે ૧૦૮ કર્મચારી ના સન્માન અને મોટીવેશન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં સાબરકાઠા જિલ્લા ના એસ પી શ્રી વિશાલ વાઘેલા સાહેબ તથા ૧૦૮ ઈ એમ આર આઈ ગ્રીન હેલ્થ સર્વીસ ગુજરાત ના સી ઇ ઓ જશવંત પ્રજાપતિ સાહેબ તથા ઓફિસ સ્ટાફ સાથે સાબરકાંઠા જિલ્લા ના પ્રોગ્રામ મેનેજર તથા ઈ એમ ઈ સાહેબો હાજર રહ્યાં હતાં અમદાવાદ જિલ્લા ના કર્મચારી ને મનોબળ પૂરું પાડી સાથે મોટીવેશન આપી અમદાવાદ જિલ્લા ના ઈ એમ ઈ જુનેદ અંસારી સાહેબ તથા પ્રોગ્રામ મેનેજર ધવલ પારેખ સાહેબ ની ટીમ દ્વારા જે પ્રમાણિકતા થી કામ કરેલ દર્દી ના સગા ને રોકડ રકમ તેમજ મુદ્દા માલ પરત આપી પ્રમાણિકતા નું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે જેના લીધે તેમનું સન્માન કરી એવોર્ડ બગોદરા ૧૦૮ ની ટીમ ઈ એમ ટી કલ્પેશ જાની અને પાઇલોટ લાલજીભાઈ ઝિંઝુવાડીયા ને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા
સાથે આજના દિવસે પાઇલોટ દિવસ નીમતે એસ પી શ્રી વિશાલ વાઘેલા સાહેબે પાઇલોટ ખરા અર્થે સાર્થક છે દર્દી અને મેડિકલ સ્ટાફ સાથે સલામત ડ્રાઈવ સાથે હોસ્પિલ સુધી પહોચાડે છે, સાથે સી ઈ ઓ શ્રી જશવંત પ્રજાપતિ સાહેબે પાઇલોટ મિત્રો સાથે કેક કાપી અને દરેક પાઇલોટ ને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા સાથે દરેક સ્ટાફ સાથે મળી ઈ એમ આર આઈ ગ્રીન હેલ્થ સર્વીસ ટીમ દ્વારા દરેક લોકો ને અમારી બેસ્ટ સેવા મળી રહે તેવા પ્રયત્નો કરતા રહીશું

રીપોર્ટર . મુકેશ ઘલવાણીયા
બાવળા
8866945997


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.