ગઢડા તાલુકામાં હોળાયા,માંડવધાર સહિતના ગામોમાં મતદાન મથકની સાફ-સફાઈ કરવામાં આવી - At This Time

ગઢડા તાલુકામાં હોળાયા,માંડવધાર સહિતના ગામોમાં મતદાન મથકની સાફ-સફાઈ કરવામાં આવી


ગઢડા તાલુકામાં હોળાયા,માંડવધાર સહિતના ગામોમાં મતદાન મથકની સાફ-સફાઈ કરવામાં આવી

લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં દરેક મતદાર પોતાનો કિંમતી મત અવશ્ય આપે તે માટે જિલ્લામાં શ્રૃંખલાબદ્ધ જાગૃતિલક્ષી કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. જે અન્વયે નોડલ ઓફિસર ટી.આઇ.પી. વ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુડાનિયાનાં માર્ગદર્શન હેઠળ ગઢડા તાલુકા વિકાસ અધિકારીશ્રી એ.એ.વાળા દ્વારા જાગૃતિલક્ષી કાર્યક્રમ તેમજ મતદાન મથકની સાફ-સફાઈ કરવામાં અંગે કાર્યક્રમ યોજવામાં આવ્યાં હતાં.જેમાં ગઢડા તાલુકાના હોળાયા,માંડવધાર સહિત વિવિધ ગામોમાં મતદાન મથકની સાફ-સફાઈ કરાવવામાં આવી હતી.oઉપરાંત દરેક ગામનાં નાગરિકો આ કાર્યક્રમમાં જોડાયાં અને નાગરિકો દ્વારા મતદાન મથકોની સફાઈ કામગીરી પણ કરવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.