સમગ્ર જૂનાગઢ જિલ્લામાં નમુના રૂપ બને તેવું પટેલ સમાજ ભવન વિસાવદર તાલુકાના સુખપુર ગામે બનાવવામાં આવ્યું - At This Time

સમગ્ર જૂનાગઢ જિલ્લામાં નમુના રૂપ બને તેવું પટેલ સમાજ ભવન વિસાવદર તાલુકાના સુખપુર ગામે બનાવવામાં આવ્યું


સમગ્ર જૂનાગઢ જિલ્લામાં નમુના રૂપ બને તેવું પટેલ સમાજ ભવન વિસાવદર તાલુકાના સુખપુર ગામે બનાવવામાં આવ્યું. વિસાવદરના પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ રામાણીના માતા પિતા માતૃ શ્રી કુંવરબેન રામજીભાઈ રામાણી લેવા પટેલ ભવન નું ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા ખુલ્લું મુકવામાં આવ્યું આ તકે કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે સમાજને સંગઠિત થવા માટે સમાજ શિક્ષિત બને કુરિવાજો નાબૂદ કરે અને સંપથી રહીને સમાજ ભાવના કેળવી એકબીજાની મદદ કરી સમાજને આગળ લેવાનો પ્રયત્ન કરે તેઓએ વધુમાં જણાવ્યું કે આટલા નાનકડા એવા ગામમાં કે જ્યાં લેવા પટેલ સમાજના 115 જ ઘર હોય અને 15,000 સ્કવેર ફીટ નું બાંધકામ કરી ખૂબ જ મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે એટલે કે તબુડી જેવા ગામમાં હાંડલા જેવો સમાજ બનાવ્યો છે સાથોસાથ આ ગામના વતની પૂર્વ ધારાસભ્ય શ્રી પોપટભાઈ રામાણી સાથેના તેમના 1985 થી પારિવારિક રીતે સંબંધો રહ્યા છે આજની તારીખે તેનું પણ ગૌરવ લીધું હતું તેમને વિસાવદર ભેસાણ મત વિસ્તારની ખાસિયત બતાવતા કહ્યું હતું કે અહીંના મતદારોને હું 1995 થી ઓળખું છું સમગ્ર રાજ્યમાં લોકો કંઈ વિચારતા હોય અને અહીંયા મતદારો કંઈક અલગ મિજાજ ના હોય છે એટલે કે આ તાલુકાના લોકો ખુમારી ભરી રીતે વિશેષતા ધરાવે છે આ પ્રસંગે સમાજના ભામાશા એવા લક્ષ્મી ડાયમંડ ગ્રુપના વસંતભાઈ ગજેરા એ હાજરી આપી સમાજને સંબોધન કરતાં જણાવ્યું હતું કે આજે સમાજની અંદર રહેલા વ્યસનો દૂર કરવા માટે લોકોએ સંકલ્પ જોઈએ સમાજની અંદર ભેગા રહેવાની ભાવના જે દૂર થતી જાય છે એ આત્મઘાતક છે સૌએ સંપીને કુટુંબમાં રહીને કામ કરવું જોઈએ તો જ કુટુંબ અને સમાજ સમૃદ્ધ થશે આજે પોતે શિક્ષણ ક્ષેત્રે મેડિકલ ક્ષેત્રે ખૂબ જ મોટી કામગીરી કરી રહ્યા છે દક્ષિણ ગુજરાતમાં અને અમરેલીમાં થઈને 50,000 વિદ્યાર્થીઓ પોતાની સંસ્થામાં શિક્ષણ લઈ રહ્યા છે અમરેલી સિવિલ હોસ્પિટલ નું સંચાલન લઈને ત્યાં પણ મોટી કામગીરી કરી રહ્યા છે સુરતમાં વાત્સલ્ય ધામમાં નિરાધાર બાળકોને લાવીને શિક્ષણ આપીને રોજગારી મળે ત્યાં સુધી નિભાવ કરી રહ્યા છે સમગ્ર સુખપુર ગામની ટીમને અભિનંદન આપીને પોતાના તરફથી રૂપિયા પાંચ લાખ જેવું મતદાર દાન ભવનને અર્પણ કરવામાં આવ્યું
સરદાર ધામના ચેરમેન એવા શ્રી ગગજીભાઈ સુતરીયા એ પોતાના સંબોધનમાં જણાવ્યું કે સમાજના દીકરાઓ દીકરીઓને યુપીએસસી જીપીએસસી માં સરદારધામ ખાતે ટ્રેનીંગ આપીને અત્યાર સુધીમાં 500 દિકરા દીકરીઓને ક્લાસ વનમાં સિલેક્ટ થયા છે અને વર્ષ 2030 સુધીમાં 10,000 દીકરા દીકરીઓ ક્લાસ વન બને તેવી ટ્રેનિંગ માટે ગુજરાતમાં વિવિધ સ્થળોએ સરદાર ધામ બનાવી સમાજલક્ષી જાગૃતિનું આહવાન કર્યું હતું
આ ભવ્ય કાર્યક્રમમાં વિધાનસભાના નાયબ દંડક કૌશિકભાઇ વેકરીયા પાટણના ધારાસભ્ય અને ઉત્તર ગુજરાત ખોડલધામ કમિટીના કન્વીનર ટિકિટ ભાઈ પટેલ ધારાસભ્ય શ્રી જેવીભાઈ કાકડીયા પૂર્વ ધારાસભ્ય શ્રી લલીતભાઈ વસોયા શ્રી કનુભાઈ ભાલાળા શ્રી લલીતભાઈ કથગરા શ્રી ભુપતભાઈ ભાયાણી હર્ષદભાઈ રીબડીયા સાવન ભાઈ રમેશભાઈ ધડુક ભક્તિ ગ્રુપ સુરતના ચેરમેન રમેશભાઈ ગજેરા સિદ્ધાંત લાઈમ કંપનીના શ્રી ગોવિંદભાઈ પટોડીયા મધુરમ કન્સ્ટ્રક્શન શ્રી જયંતીભાઈ વઘાસિયા શ્રી કે કે કાનગ ડ બિલ્ડર રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ સચી જીઆઇડીસી પ્રમુખ નિલેશભાઈ લીંબાસીયા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ અમીપરા વિજયભાઈ બુહા વલ્લભભાઈ ઠુંમર ભુપેન્દ્ર સુખડિયા જયેશભાઈ કાંકરીયા મથુરભાઈ રાદડિયા વિજયભાઈ સોજીત્રા સહિતના દાતાઓ ઉપસ્થિત રહ્યા હતાકાર્યક્રમમાં કેળવણી મંડળના પ્રમુખ જે કે ઠેશિયા સાહેબ સવજીભાઈ સાવલિયા ડોક્ટર જી કે ગજેરા અશોકભાઈ વઘાસિયા હરસુખ ભાઈ વઘાસિયા વિરેન્દ્ર સાવલિયા
ભરતભાઈ કોટડીયા ઘનશ્યામભાઈ સાવલિયા ભાવેશભાઈ ત્રાપસીયા નીતિનભાઈ રાણપરીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતાસમાજ ભવન બનાવા નેતૃત્વ પૂરું પાડનાર શ્રી બીપીનભાઈ રામાણી ડોક્ટર પિયુષ વડાલીયા પ્રમુખશ્રી મનસુખભાઈ ડોબરીયા તેમજ કાર્યક્રમ સફળ બનાવવા માટે પરસોતમભાઈ સોજીત્રા સવજીભાઈ ગોંડલીયા જમનભાઈ તળાવિયા રમેશભાઈ તળાવિયા કેસુભાઈ વ deડાલીયા જગદીશ રામાણી રમેશ વડાલીયા ઘનશ્યામ ગોંડલીયા ભાવેશ રામાણી સુરેશ હિરપરા નવનીત ગોંડલીયા નિલેશ તળાવિયા સહિતનાઓ એ ખૂબ જ સુંદર કામગીરી કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

રિપોર્ટ મુકેશ રીબડીયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.