હિંમતનગરના શહેરમાં સખી કોર્નરનું ઉદઘાટન કરાયુ - At This Time

હિંમતનગરના શહેરમાં સખી કોર્નરનું ઉદઘાટન કરાયુ


*હિંમતનગરના શહેરમાં સખી કોર્નરનું ઉદઘાટન કરાયુ*
**************
*જિલ્લાના કુલ ૨૦ સ્વ સહાય જુથો દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે*
************
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના તુલસી હોમ માર્ટ ખાતે જિલ્લા વિકાસ અધીકારીશ્રી દિપેન શાહની હસ્તે સખી કોર્નરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન અંતર્ગત વિવિધ તાલુકાના સ્વ સહાય જુથ/સખી મંડળની મહિલાઓ ધ્વારા વિવિધ ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે. આ ચીજ વસ્તુઓને યોગ્ય માર્કેટ મળી રહે તે માટે સરકાર ધ્વારા વિવિધ પ્રયત્નો હાથ ધરાયા છે. જે અન્વયે સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર સહકારી જીન ખાતે આવેલ તુલસી હોમ માર્ટમાં સ્વ સહાય જુથો દ્વારા ઉત્પાદિત વિવિધ વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે. જેના થકી સખી મંડળની બહેનોને કાયમી આજીવિકા ઉભી થાય તેવા ઉમદા હેતુથી સખી કોર્નરને ખુલ્લો મુકવામાં આવ્યો છે.
આ સખી કોર્નરમાં સાબરકાંઠા જિલ્લાના કુલ ૨૦ સ્વ સહાય જુથો દ્વારા ઉત્પાદિત ખાધ્ય પદાર્થની વિવિધ ચીજ વસ્તુઓ, હેન્ડીક્રાફટની ચીજ વસ્તુઓ, ગૃહ સુશોભન તથા ઇમીટેશન જ્વેલરી અને આયુર્વેદીક પ્રોડક્ટનુ વેચાણ કરવામાં આવશે.
આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી કે.પી. પાટીદાર, જિલ્લા લાઇવલીહુડ મેનેજરશ્રી,એન.આર.એલ.એમ. ટીમ તથા સખી કોર્નરમાં વેચાણ અર્થે મુકવામાં આવેલ પ્રોડક્ટનુ ઉત્પાદન કરતા સ્વ સહાય જુથના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

આબીદઅલી ભુરા
હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.