માળીયા હાટીના સિમ વિસ્તારમાં વીજ કરંટથી બાળકનું મોત - At This Time

માળીયા હાટીના સિમ વિસ્તારમાં વીજ કરંટથી બાળકનું મોત


માળીયા હાટીના સિમ વિસ્તારમાં રહેતા યોગેશભાઈ જેન્તીભાઈના ચુડાસમાનો પુત્ર દેવલભાઈ યોગેશભાઈ ચુડાસમા ઉ.વ.5 તે ઇલેક્ટ્રીક પોલ પાસે વીજ કરંટ લાગતા સારવાર અર્થે માળીયા હાટીના સરકારી હોસ્પીટલ ખાતે ખસેડતા ફરજના અધિકારી ડો. ધારા હરખાણી મૃત જાહેર કરતા આ સમાચાર માળીયા હાટીના ગામ મળતા માળીયા હાટીના તાલુકા પંચાયત સદસ્ય જીવાભાઈ સીસોદીયા સહિત સામાજીક અગ્રણી દોડી ગયેલ આ સમાચાર પરિવારમાં મળતા ગમગીની ફેલાઈ હતી

આ સમાચાર માળીયા હાટીના શહેરમાં મળતા શોકનો માહોલ છવાયો હતો

માસૂમ બાળકનું પી.એમ માટે ડો. ધારા હરખાણી એ કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ ની પીજીવીએસએલ ના અધિકારીને જાણ થતાં ઘટના સ્થળે દોડી ગયેલ

બીજી તરફ આ બનાવની વિગત માળીયા હાટીના પોલીસ ને મળતા આગળની વધુ તપાસ માળીયા હાટીના પોલીસ ચલાવી રહી છે

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.