બોટાદના નાગલપર ગામની સીમમાં કાકાના હાથે ભત્રીજા ની હત્યા - At This Time

બોટાદના નાગલપર ગામની સીમમાં કાકાના હાથે ભત્રીજા ની હત્યા


બોટાદના નાગલપર ગામની સીમમાં કાકાના હાથે ભત્રીજા ની હત્યા

બોટાદ શહેર નજીક આવેલા નાગલપર ગામે વાડી વિસ્તારમાં કાકાના હાથે ભત્રીજા ની હત્યા નો બનાવ બનતા ભારે ચકચાર ફેલાવા પામેલ છે.

આ અંગે વધારે જાણવા મળતી વિગત અનુસાર નાગલપર ગામે આવેલી જમીનના શેઢાની તકરાર બાબતે ઉગ્ર બોલાચાલી બાદ હત્યા સુધી વાત પહોચતા કાકા ના હાથે ભત્રીજા ના મોતની ઘટનાથી સનસનાટી મચી ગઈ હતી. આ ઘટનામાં મૃતક કરશનભાઈ ગોવિંદભાઈ કિહલા ઉંમર વર્ષ 36 રહે નાગલપર ગામના યુવકની બોથડ પદાર્થ મારી કરપીણ હત્યા કરવામાં આવી હોવાનું અને હત્યા કરનાર મૃતકના કાકા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે. આ દરમિયાન ઘટના સ્થળે સાથે રહેલા મૃતક યુવકના નાના ભાઈને પણ ઇજા પહોંચતા બોટાદની સોનાવાલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાના પગલે બોટાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ કાર્યવાહી હાથ ધરી મૃતકને પોસ્ટમોર્ટમ માટે સોનાવાલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ.

Report, Nikunj Chauhan Botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.