મહીસાગર જિલ્લામાં થી સંદીપ દેવાશ્રયી ની પત્રકાર એકતા પરિષદ પ્રદેશ કારોબારી ના મહા મંત્રી તરીકે પસંદગી... - At This Time

મહીસાગર જિલ્લામાં થી સંદીપ દેવાશ્રયી ની પત્રકાર એકતા પરિષદ પ્રદેશ કારોબારી ના મહા મંત્રી તરીકે પસંદગી…


પત્રકાર એકતા પરિષદ ના પ્રદેશ અઘ્યક્ષ દ્વારા જે સમગ્ર ગુજરાત રાજ્ય ના 36 જિલ્લા ને 252 તાલુકા ના પત્રકારો માટે સંગઢન બનાંવા માં આવ્યું છે , જેમાં એકપણ રૂપિયા ની ફિ લેવામાં આવતી નથી.
ગુજરાત રાજ્ય નું 1 લું સંગઠન છે જેમાં બધાજ પત્રકારો આ સંગઠન માં ભેગા થયા છે, આ સંગઠન માં પ્રદેશ ની કારોબારી માં દરેક જિલ્લા માંથી યોગ્ય પત્રકારો ની નિયુક્તિ આપવામાં આવેલ છે જેમાં મહીસાગર જિલ્લા નાં સંદીપ દેવાશ્રયી પાયાના સદસ્ય છે, તેમની સક્રિયતા ને ધ્યાને લઈ, પ્રદેશ કારોબારી ના મહામંત્રી તરીકે મહીસાગર જીલ્લાના સંદીપ દેવાશ્રયી ની નિમણૂક આપવામાં આવે છે.

પ્રદેશ પ્રમુખ તરીકે ચુંટણી સમયે જે કારોબારી કામ ચલાઉ ચાલુ રાખી હતી, તેના ઉપર પૂર્ણવિરામ મૂકી, તેનું વિસર્જન કરી નવેસર થી નિમણુક આપવામાં ઘણું મોડું થયું છે,એટલે આ નિયુક્તિ બાદ આગામી કાર્યક્રમ માં એક સાથે નિયુક્તિ પત્ર પણ આપવામાં આવશે,આ પત્ર થી આપને પ્રદેશ કારોબારી માં પ્રદેશ મહામંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવે છે.જેવી સક્રિયતા અગાઉ હતી એવી સક્રિયતા, હાજરી કાર્યક્રમો આપતા રહેશો,અને પ્રદેશ ટીમના સાથી તરીકે સહયોગ આપતા રહેશો, સંગઠન ને વધુ મજબૂત કરવા પ્રમાણિક પ્રયત્નો કરશો તેવી શુભેચ્છા સાથે આજની નિમણુક સાથે પ્રદેશ પ્રમુખે શુભેચ્છાઑ પાઠવી છે,તેમજ મહીસાગર જીલ્લા સંગઠન ના તમામ પત્રકારોએ પણ અભિનંદન વર્ષા કરી છે...


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.