મેંદરડા નીકોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને દોઢ વર્ષની જેલની સજા અને સાડા સાત લાખ રૂપિયા ફરિયાદીને વળતર ચૂકવવા આદેશ કરવામાં આવેલ - At This Time

મેંદરડા નીકોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને દોઢ વર્ષની જેલની સજા અને સાડા સાત લાખ રૂપિયા ફરિયાદીને વળતર ચૂકવવા આદેશ કરવામાં આવેલ


મેંદરડા નીકોર્ટ ચેક રિટર્ન કેસમાં આરોપીને દોઢ વર્ષ જેલની સજા અને સાડા સાત લાખ ચૂકવવાનો હુકમ કરેલ
રૂપિયા પાંચ લાખની ચુકવણી માટે આપેલ ચેક પરત ફરતા ગુન્હો નોંધવામાં આવેલ હતો
ચેક પરત ફરવાના ગુન્હામાં આરોપીને દોઢ વર્ષની જેલની સજા અને સાડા સાત લાખ રૂપિયા ફરિયાદીને વળતર પેટે ચૂકવવા માટે હુકમ કર્યો છે ત્યારે આ કેસની હકીકત મુજબ મેંદરડાના રહીશ પરષોત્તમભાઈ શંભુભાઈ ગાજીપરા પાસેથી આરોપી હરેશ ગોવિંદ પાધડારે પોતાની બેંકના ખાતાનો ચેક આપેલ હતો જે ચેક વસુલાત માટે બેંકમાં રજુ કરવામાં આવતા વગર વસુલાતે પરત ફર્યો હતો. જે અંગે મેંદરડા કોર્ટ માં ફરિયાદી પરસોતમભાઈ શંભુભાઈ ગાજીપરા એ ચેક રીટર્નની ફરિયાદ દાખલ કરેલ હતી જે કેસ કોર્ટમાં ચાલવા ઉપર આવતા કોર્ટે ફરિયાદ પક્ષે વકીલ વિમલભાઈ ડોબરિયાની રજૂઆતો તેમજ ધારદાર દલીલો ગ્રાહયરાખી કોર્ટે આરોપીને દોઢ વર્ષની જેલની સજા અને સાત લાખ પચ્ચાસ હજાર વળતર પેટે ફરિયાદીને ચૂકવવા હુકમ કરેલ છે આ કેસમાં ફરિયાદી તરફે એડવોકેટ વિમલ ડોબરીયા એ ધારદાર રજૂઆત કરેલ હતી જેનુ પરિણામ આવેલ હતું
રીપોર્ટીંગ કમલેશ મહેતા મેંદરડા


9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.