ખેડૂતોને હીટવેવ સામે પાકના રક્ષણ માટે તકેદારી રાખવા અનુરોધ - At This Time

ખેડૂતોને હીટવેવ સામે પાકના રક્ષણ માટે તકેદારી રાખવા અનુરોધ


હીટવેવ દરમિયાન ખેડૂતો માટે સાવચેતીના પગલાં

પંચમહાલ,
ઉનાળાના સમયગાળામાં ગ્રીષ્મ લહેર (હિટવેવ)ની અસરો વર્તાઈ રહી છે. જેને ધ્યાને લઇને હિટવેવની અસર સામે પાકના રક્ષણ માટે ખેડૂતોને કેટલાંક પગલાં અનુસરવા જણાવાયુ છે.

*હીટવેવ અને ગરમી દરમિયાન ખેડૂતોએ ખેતી કામમાં આટલી સાવચેતી જરૂર રાખવી*
* ઉભા પાકને હળવું તેમજ વારંવાર પિયત આપવું.
* વહેલી સવારે અને સાંજના સમયે પિયત આપવું.
* જમીનમાં ભેજનુ પ્રમાણ જાળવી રાખવા પાકનાં અવશેષો, પોલીથીન તેમજ માટી વડે આચ્છાદન કરવું.
* ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરવો.
* પાકને ઊંચા તાપમાનથી બચાવવા શાકભાજીના ખેતરમાં નીંદણ ન કરવું.
* બપોરના કલાકો દરમિયાન ખેતીની પ્રવૃતિઓ બંધ રાખવી.
* પશુઓને છાંયડામાં રાખવાં તેમજ પીવાં માટે વારંવાર ચોખ્ખુ અને ઠંડું પાણી આપવું.
* પશુઓને ખોરાકમાં લીલું ઘાસ તેમજ ખનીજ દ્રવ્યયુક્ત આહાર આપવો અને ઓછી ગરમીનાં કલાકોમાં જ ચરાવવા માટે લઈ જવાં.
* બપોરના સમયે દુધાળા પશુઓને ચરાવવા તેમજ ખોરાક આપવો નહીં.

ઉપરોક્ત બાબતોને ધ્યાને લઈ ખેડૂતોએ હિટવેવ સામે તેમના પાક અને પશુઓના રક્ષણ માટે જરૂરી કાળજી લઈ સૂચવેલા પગલા અનુસરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

રિપોર્ટ, વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image