શહેરા તાલુકાના mgvcl ના સબ સ્ટેશન ખાતે ઘૂંટણ સમાં પાણી ભરાતા વીજ પુરવઠો ઠપ્પ - At This Time

શહેરા તાલુકાના mgvcl ના સબ સ્ટેશન ખાતે ઘૂંટણ સમાં પાણી ભરાતા વીજ પુરવઠો ઠપ્પ


શહેરા
પંચમહાલ જિલ્લાના શહેરા નગરના મુખ્ય હાઇવે માર્ગ પર આવેલા mgvcl સબ સ્ટેશન ખાતે સાર્વત્રિક વરસાદના કારણે ઘૂંટણ સમા પાણી ભરાતા 66kv વીજ પુરવઠો બંધ કરવાનો વારો ઉભો થયો હતો

હાલ ગુજરાતમાં સર્જાયેલી સિસ્ટમના પગલે હાલ શહેરા તાલુકામાં મેઘરાજાએ મનમૂકી મેહેર કરી હતી જેમાં હાલની મળતી માહિતી પ્રમાણે પંચમહાલ જિલ્લામાં સૌથી વધારે વરસાદ શહેરા તાલુકામાં નોંધાયો હતો જેના કારણે શહેરા મેઈન હાઇવે માર્ગ પર આવેલા mgvcl ના સબ સ્ટેશન ખાતે 4ફૂટ જેટલું પાણી ભરાયું હતું જેના કારણે mgvcl સબસ્ટેશન બંધ કરવાનો વારો ઉભો થયો હતો જેના કારણે શહેરા નગર આખું અંધકારમાં છવાયું હતું ત્યારે શહેરા નગરના ક્રિકેટ પ્રેમીઓ પણ મુંજાયા હતા જેમાં ભારત અને શ્રીલંકાની ફાઇનલ મેચ જોવા મળી ન હતી જો વરસાદનું પ્રમાણ ઓછું નહિ થાય અને mgvcl ના સબ સ્ટેશનમાંથી પાણી નું પ્રમાણ ઓછું નહિ થાય તો શહેરા નગર વાસીઓને વીજ પુરવઠા વગર રહેવાનો વારો ઉભો થવાની શકયતા રહેલી છે

રિપોર્ટ વિનોદ પગી પંચમહાલ શહેરા


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.