સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી વર્ષથી BAPSનો કોર્સ શરૂ કરાશે : સિલેબસના એક પુસ્તકની કિંમત રૂપિયા 220 - At This Time

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી વર્ષથી BAPSનો કોર્સ શરૂ કરાશે : સિલેબસના એક પુસ્તકની કિંમત રૂપિયા 220


સનાતન ધર્મ સામે સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સંતોની ટિપ્પણીઓથી સર્જાયેલા વિવાદ વચ્ચે લેવાયો નિર્ણય

સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને મંદિરના ઉદાહરણો આપી વિદ્યાર્થીકાળથી જ યુવાનોને સ્કિલના નામે ધર્મ શીખવવામાં આવશે

રાજ્યમાં સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સંતોએ સનાતન ધર્મ પર કરેલી ટિપ્પણીઓથી વિવાદ સર્જાયો છે. ભગવાન મહાદેવ, શ્રીકૃષ્ણ, બ્રહ્માજી પર કરેલા વિવાદિત નિવેદનોથી સોશિયલ મીડિયા પર ચકચાર મચેલી છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્વામિનારાયણ સંપ્રદાયની સંસ્થા એવી BAPSએ તૈયાર કરેલો કોર્સ આગામી શૈક્ષણિક વર્ષથી ફરજિયાત કરાયો છે, જે બે સેમેસ્ટરનો હશે અને વિદ્યાર્થીઓએ આ કોર્સ માટેના પુસ્તકો બીએપીએસ સંસ્થા પાસેથી જ ખરીદવા પડશે તેવો પરિપત્ર રજિસ્ટ્રાર એ.એસ. પારેખે 9 સપ્ટેમ્બરે બહાર પાડ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.