નિયત માસિક સંસ્કૃત સંભાષણ શિબિર સૌપ્રથમવાર નિઃશુલ્ક વેરાવળમાં*
*નિયત માસિક સંસ્કૃત સંભાષણ શિબિર સૌપ્રથમવાર નિઃશુલ્ક વેરાવળમાં*
સંસ્કૃત આપણી પ્રાચીન ભાષા છે. પહેલાના સમયમાં લોકો સંસ્કૃત ભાષામાં જ વાતચીત કરતા હતા. ધીમે ધીમે સંસ્કૃત ભાષામાંથી જુદી જુદી ભાષાઓ નિર્માણ પામી છે. ગુજરાતી ભાષા પણ સંસ્કૃત ભાષામાંથી જ ઉદ્ભવી છે. સંસ્કૃતભાષા ફરીથી લોકોની વાતચીતની ભાષા બને, લોકોની માતૃભાષા બને તે માટે સંસ્કૃત ભારતી સતત પ્રયત્ન કરે છે. આજે વિશ્વના અનેક દેશોમાં સંસ્કૃત ભાષા લોકભાષા બને તે માટે સંસ્કૃત ભારતી કાર્ય કરી રહી છે. વેરાવળ-સોમનાથના લોકો પણ સંસ્કૃત ભાષામાં વાતચીત કરી શકે તે માટે વેરાવળમાં આવેલ *શ્રી નાનગંગા સરસ્વતી વિદ્યાલય રાધાકૃષ્ણ મંદિર પાસે રેયોન હાઉસિંગ સોસાયટી* તા.૧/૯/૨૪થી ૧૦/૯/૨૪ સુધી એમ પ્રત્યેક મહિનાની પહેલી તારીખથી દશમી તારીખ સુધી સાંજે ૬:૦૦થી ૮:૦૦ એમ બે કલાક સંસ્કૃત સંભાષણ શિબિરનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવેલું છે. જે લોકો સંસ્કૃત ભાષામાં વાતચીત કરવાનું શીખવા ઈચ્છતા હોય તેઓએ ડો. કિરણભાઈ ડામોર (મો.૯૪૨૬૨૪૨૧૬૬)ડો. ડી. એમ. મોકરિયા (મો.૯૮૨૫૫૧૨૭૫૬)નો સંપર્ક કરવાનું સંસ્કૃત ભારતીના જિલ્લા સંયોજક ડૉ.ડી.એમ.મોકરિયાની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.