પ્રેમલગ્ન બાદ સાસરીયાનો ત્રાસ… પિયરીયાએ પણ તરછોડી… મહિલાના વ્હારે આવી અભયમ
*પ્રેમલગ્ન બાદ સાસરીયાનો ત્રાસ… પિયરીયાએ પણ તરછોડી... મહિલાના વ્હારે આવી અભયમ*
***********
કહેવાય છે કે કોઇ પણ મહિલાનું સાચુ ઘર એનું સાસરુ હોય છે. અને જો સાસરીમાં કોઇ સમસ્યા હોય તો પોતાના પિતાનું ઘર એટલે પિયરના દરવાજા હંમેશા દિકરી માટે ખુલ્લા જ હોય છે.પરંતુ જ્યાં દિકરીને સાસરી અને પિયર બંન્ને પક્ષેથી તરછોડી દેવામાં આવે તો દિકરી ક્યાં જાય ? મહિલાની આવી મુશ્કેલીમાં અભયમ ૧૮૧ વ્હારે આવી છે.
પ્રાંતિજ તાલુકાની એક મહિલાને પોતાની પસંદગીના પાત્ર સાથે પ્રેમલગ્ન થયા હતા.લગ્ન બાદ શરૂઆતના તબક્કે લગ્ન જીવન સારુ ચાલી રહ્યુ હતુ. પરંતુ થોડાક સમય બાદ સાસુ સસરા દ્વારા નાની નાની બાબતે વાંક કાઢતા હતા.આ સમયગાળા દરમિયાન મહિલાને કસુવાવડ થતા સાસરીયા દ્વારા મહિલાને હવે “તુ કદી માં ન બની શકે” તેવા મ્હેણા ટોણા મારી પજવણી કરતા હતા. પરંતુ હદ તો ત્યાં થઈ કે “માં” ન બનવાને લઈ સાસરીયા દ્વારા મારઝુડ શરૂ કરાઇ તો વળી સાસુ સસરાએ પતિ પત્નિને મળવા પર પણ પાબંદી લગાવી દિધી.
આખરે પરીણીતાએ કંટાડીને પોતાના પિયરમાં પિતાને ફોન કરી પિતા સાથે પિયરની વાટ પકડી. પિયરમાં આવેલી પરણીતાને સાસરીપક્ષ દ્વારા આપવામાં આવેલ ત્રાસની કેટલીક માનસિક અસર થઈ કે ડિપ્રેશનમાં આવી ઘરમાં મમ્મી પપ્પા સાથે નાની નાની વાતોમાં ઝઘડી પડતી હતી.જેને લઈ ઘરનું વાતાવરણ પણ તંગ થવા લાગ્યુ અને આખરે પરણિતાના વાલીએ ૧૮૧ ને ફોન કર્યો અને દિકરીને લઈ જવા જણાવ્યું. અને અમારે આ જોઇતી નથી,તમે આને ગમે ત્યાં લઈ જાઓ.” તેમ કહ્યુ. આ જાણતા જ અભયમ ૧૮૧એ પીડીત મહિલાને સુરક્ષિત જગ્યાએ આશ્રય આપ્યો છે. આમ,રાજ્ય સરકારની મહિલાઓ માટે કામ કરતી મહિલા હેલ્પલાઇન ૧૮૧ મહિલાઓ માટે વરદાનરૂપ છે.
***************
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.