જિલ્લા કલેક્ટરશ્રીડૉ. જીન્સી રોયના અધ્યક્ષ સ્થાને બોટાદ ખાતે જંત્રી સર્વે-૨૦૨૩ને અનુલક્ષીને અધિકારીઓ-કર્મચારીઓની તાલીમ સંપન્ન - At This Time

જિલ્લા કલેક્ટરશ્રીડૉ. જીન્સી રોયના અધ્યક્ષ સ્થાને બોટાદ ખાતે જંત્રી સર્વે-૨૦૨૩ને અનુલક્ષીને અધિકારીઓ-કર્મચારીઓની તાલીમ સંપન્ન


જિલ્લા કલેક્ટરશ્રીડૉ. જીન્સી રોયના અધ્યક્ષ સ્થાને બોટાદ ખાતે જંત્રી સર્વે-૨૦૨૩ને અનુલક્ષીને અધિકારીઓ-કર્મચારીઓની તાલીમ સંપન્ન

સરકારશ્રી દ્વારા નિયત કરેલી જંત્રી સર્વેની કામગીરી સમયાવધિમાં પૂર્ણ કરવા જિલ્લા કલેક્ટરશ્રીનો અનુરોધ જિલ્લા કલેક્ટરશ્રીડૉ. જીન્સી રોયના અધ્યક્ષ સ્થાને તાજેતરમાં બોટાદ જિલ્લા સેવા સદનના કોન્ફરન્સ હોલ ખાતે જંત્રી સર્વે માટેની પધ્ધતિ-૨૦૨૩ અંગે જિલ્લાના અધિકારીશ્રીઓ-કર્મચારીઓનો તાલીમવર્ગ યોજાયો હતો. જેમાં મહેસૂલી સેવાઓ વધુ સુલભ બને તે માટે સરકારશ્રી દ્વારા નિયત કરેલી જંત્રી સર્વેની કામગીરી નિયત સમયાવધિમાં પૂર્ણ કરવા જરૂરી સુચનો સાથે માર્ગદર્શન પુરું પાડ્યું હતું ઈન્ચાર્જ ડેપ્યૂટી કલેક્ટર(સ્ટેમ્પ ડ્યૂટી)શ્રી આર.કે.વંગવાણીએ ઉક્ત તાલીમમાં જણાવ્યું હતું કે, સૌ પ્રથમ જિલ્લાકક્ષાએ સમાન પ્રકારના લાક્ષણીકતા ધરાવતા ગામોનું કલ્સ્ટરીંગ કરવાનું રહેશે જેમાં રાજ્ય ધોરીમાર્ગ પાસેના ગામો, નેશનલ હાઇવે પાસેના ગામો, સમુદ્ર/નદી પાસેના ગામો, તાલુકા હેડ ક્વાર્ટર પાસેના ગામો, પહાડી વિસ્તાર ધરાવતા ગામો, ઉદ્યોગ/કોલેજો ધરાવતા ગામો સહિત અન્યનો કલ્સ્ટરીંગમા સમાવેશ કરવાનો રહેશે. સર્વેની ટીમમાં લઘુતમ બે કર્મચારીની નિંમણૂક કરવાની રહેશે. પ્રત્યેક ટીમે તેમને સોંપેલ યુનિટમાં સર્વેની કામગીરી તા.૩૦ મી મે,૨૦૨૩ સુધીમાં પૂર્ણ કરી સર્વે ફોર્મ મામલતદાર કચેરીએ જમાં કરાવવા જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું. જિલ્લાના જે ગામોનો સમાવેશ અર્બન વિસ્તારમાં થતો હોય તેનો હાલ સર્વે ન કરવા તેમજ જે તે ગામમાં સર્વે કરતાં પહેલા ગામના સરપંચ, રહેવાસીઓ વગેરેને સુચિત તારીખની અગાઉથી જાણ કરવા અનુરોધ કર્યો હતો આ તાલીમમાં જંત્રી-૨૦૧૧ ગ્રામ્ય વિસ્તારની વિસંગતતા, ગ્રામ્ય વિસ્તારોની સર્વે માટેની પધ્ધતિ-૨૦૨૩, ગામોનું કલસ્ટરીંગ, સર્વેની કામગીરી માટે ટીમ બનાવવી, ગ્રામ્ય સર્વે માટેનું ફોર્મ, ડેટા એન્ટ્રી, ડેટા વેરીફીકેશન, ખેતી- બિન ખેતી જંત્રી સહિતના મુદ્દાઓની વિસ્તૃત જાણકારી ડેપ્યૂટી કલેક્ટર(સ્ટેમ્પ ડ્યૂટી)શ્રી આર.કે.વંગવાણીએ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા પુરી પાડી હતીઆ બેઠકમાં પ્રાંત અધિકારીશ્રીઓ,મામલતદારશ્રીઓ, ચીફ ઓફિસરશ્રીઓ સહિત સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.