ભદ્રાવડી ગામે કાનેટીયા પરિવાર દ્વારા સર્વ પિતૃના મોક્ષાર્થે ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પાવન કાર્યક્રમ તારીખ 8 એપ્રિલ 2025થી 14 એપ્રિલ 2025 સુધી યોજાયો હતો.
રિપોર્ટર:-ચેતન ચૌહાણ
ભદ્રાવડી માં કાનેટીયા પરિવાર દ્વારા સર્વ પિતૃ મોક્ષાર્થે ભાગવત સપ્તાહનું આયોજન તારીખ 8 .4 .25 થી તારીખ 14. 4. 25 સુધી કરવામાં આવેલ જેમાં વ્યાસપીઠ પરથી શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર ભાવેશ બાપુ શુક્લ દ્વારા કથાનું સંગીતમય રસપાન કરાવવામાં આવેલ. કથા દરમિયાન જુદા જુદા પ્રસંગોની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ. કથા દરમિયાન કાનેટીયા પરિવાર દ્વારા બપોરે અને સાંજે પરિવાર તેમજ મહેમાનો માટે પ્રસાદીની વ્યવસ્થા કરી હતી તેમજ રાત્રે રાસ ગરબા,ભજન, ડાક ડમરુ જેવા કાર્યક્રમો કરીને પરિવારે ભરપૂર મનોરંજન પણ કરેલ. કથાને સફળ બનાવવા માટે પરિવારના સ્વયંસેવકો તેમજ વડીલો, મહિલાઓ વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
