મહીસાગર જિલ્લાની સંચારી રોગ કમિટી બેઠક કલેકટર નેહા કુમારીના અધ્યક્ષ સ્થાને યોજાઇ - At This Time

મહીસાગર જિલ્લાની સંચારી રોગ કમિટી બેઠક કલેકટર નેહા કુમારીના અધ્યક્ષ સ્થાને યોજાઇ


મહીસાગર જિલ્લા સંચારી રોગ, કલાઈમેટ ચેન્જ એન્ડ હ્યુમન હેલ્થ અને સિકલસેસ એનીમિયા કંટ્રોલ પ્રોગ્રામ મિટિંગ કલેક્ટર શ્રીમતી નેહા કુમારીના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન સભાખંડ ખાતે યોજાઈ

આ બેઠકમાં ગત મીટીંગની કાર્યવાહી નોંધની બહાલી, સચારી રોગો અને બડ ફ્લૂ સર્વલેન્સ અંગે ચર્ચા ,રોગ ચાળા નિયંત્રણ અંગે સમીક્ષા અને કલાઈમેટ ચેન્જ એન્ડ હ્યુમન હેલ્થ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી.

બેઠકમાં જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારીએ જણાવ્યું હતું કે, છેવાડાના એક પણ વ્યક્તિ આરોગ્યની સુવિધાથી વંચિત ના રહે તેના માટે એક્શન મોડમાં કામ કરવા જણાવ્યું હતું અને પરસ્પર સંકલન રાખી આરોગ્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ કારગીરી કરવા માર્ગદર્શન આપ્યું હતું.

આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ,જિલ્લા મેલેરિયા અધિકારીશ્રી,સિવિલ સર્જન શ્રી સિવિલ હોસ્પિટલ સહિતના સબંધિત અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.