વિજ્ઞાનથી સમસ્યાઓ ઉકલી નહિ પણ વધી એટલે આજે ઓર્ગેનિક વસ્તુની જરૂર પડી છે – પ. પૂ. પરમાત્માનંદ સરસ્વતીજી આત્મીય યુનિવર્સીટીનાં કેમ્પસમાં ગૌશાળા અને કિચન ગાર્ડેન પણ બનાવાયા છે – આત્મીય યુનિવર્સીટીનાં ડૉ.શીલા રામચંદ્ર જી. સી. સી. આઈ. , યોગીધામ અને નવરંગ નેચર ક્લબ – રાજકોટના સંયુક્ત ઉપક્રમે આત્મીય યુનિ. "યોગીધામ કેમ્પસ" રાજકોટ ખાતે ત્રિ-દિવસીય ‘ઓર્ગેનીક ખેડૂત હાટ‘નું શુભારંભ થયું - At This Time

વિજ્ઞાનથી સમસ્યાઓ ઉકલી નહિ પણ વધી એટલે આજે ઓર્ગેનિક વસ્તુની જરૂર પડી છે – પ. પૂ. પરમાત્માનંદ સરસ્વતીજી આત્મીય યુનિવર્સીટીનાં કેમ્પસમાં ગૌશાળા અને કિચન ગાર્ડેન પણ બનાવાયા છે – આત્મીય યુનિવર્સીટીનાં ડૉ.શીલા રામચંદ્ર જી. સી. સી. આઈ. , યોગીધામ અને નવરંગ નેચર ક્લબ – રાજકોટના સંયુક્ત ઉપક્રમે આત્મીય યુનિ. “યોગીધામ કેમ્પસ” રાજકોટ ખાતે ત્રિ-દિવસીય ‘ઓર્ગેનીક ખેડૂત હાટ‘નું શુભારંભ થયું


વિજ્ઞાનથી સમસ્યાઓ ઉકલી નહિ પણ વધી એટલે આજે ઓર્ગેનિક વસ્તુની જરૂર પડી છે – પ. પૂ. પરમાત્માનંદ સરસ્વતીજી

આત્મીય યુનિવર્સીટીનાં કેમ્પસમાં ગૌશાળા અને કિચન ગાર્ડેન પણ બનાવાયા છે – આત્મીય યુનિવર્સીટીનાં ડૉ.શીલા રામચંદ્ર

જી. સી. સી. આઈ. , યોગીધામ અને નવરંગ નેચર ક્લબ – રાજકોટના સંયુક્ત ઉપક્રમે આત્મીય યુનિ. "યોગીધામ

કેમ્પસ" રાજકોટ ખાતે ત્રિ-દિવસીય ‘ઓર્ગેનીક ખેડૂત હાટ‘નું શુભારંભ થયું

રાજકોટ ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઇન્ડસ્ટ્રી (જી. સી. સી. આઈ), યોગીધામ અને નવરંગ નેચર ક્લબ-રાજકોટનાં સંયુક્ત ઉપક્રમે "યોગીધામ કેમ્પસ" ખાતે ત્રિ-દિવસીય ‘ઓર્ગેનીક ખેડૂત હાટ‘નું ભવ્ય શુભારંભ કરવામાં આવ્યું છે. આ ‘ઓર્ગેનીક ખેડૂત હાટ‘ કરવાનો ઉદેશ્ય લોકોની સુખાકારી જળવાઈ રહે તથા લોકોને દવા અને વિદેશી બજાર વિના ઓર્ગેનિક વસ્તુઓ યોગ્ય ભાવે મળી રહે તે માટે પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ વલ્લભભાઈ કથીરિયા તથા સમગ્ર આયોજક કમિટી દ્વારા ‘ઓર્ગેનીક ખેડૂત હાટ‘નું આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂત હાટમાં પહેલા જ દિવસ જનમેદની ઉમટી પડી હતી. આજના દિવસે પણ ઘણા લોકો સતત વિઝીટ માટે આવી રહ્યા છે. આવતીકાલે ખેડૂતો અને જાહેર જનતા માટે વિશેષજ્ઞ પાસેથી માર્ગદર્શન સેશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.ખેડૂત હાટના ઉદઘાટન સમયે આર્ષ વિદ્યા મંદિરનાં પ. પૂ પરમાત્માનંદ સરસ્વતીજીએ જણાવ્યું હતું કે, “વિજ્ઞાનથી સમસ્યાઓ ઉકલી નહિ પણ વધી એટલે આજે ઓર્ગેનિક વસ્તુની જરૂર પડી. માનવ સ્વાસ્થ્ય બગાડવામાં ક્યાંક ને ક્યાંક વિજ્ઞાન નિમિત્ત બન્યું છે. આજે કેન્સર જેવા રોગો બહુ ફેલાયા છે ત્યારે ઓર્ગેનિક ઉત્પાદનો ખાવાની જરૂર પડી ગઈ છે. ગીર ગાયનાં દૂધની જરૂર પડી છે. લોકોમાં આ અંગે જાગૃતિ વધી છે ત્યારે ઓર્ગેનિક ઉત્પાદન કરતા ખેડૂત અને ગ્રાહક એકબીજા સાથે સંપર્ક કરી શકે છે તે માટે આવા ‘ઓર્ગેનિક ખેડૂત હાટ’નું આયોજન સતત કરતું રહેવું જોઈએ. આ ભારતનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં આત્મનિર્ભર ભારતનાં સ્વપ્નનો પાયો છે.” ગુજરાત સરકાના ભૂતપૂર્વ મંત્રી, ઇફકોનાં ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ જણાવ્યું હતું કે, “સહકારી ક્ષેત્ર ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપે છે. ભારતનાં ખેડૂતો ડોલરમાં કમાણી કરતા થાય તેવા પ્રયત્નો શરુ કરવા જોઈએ. ગુજરાત કોમર્શીયલ માર્કેટિંગ સોસાયટી લીમીટેડ દ્વારા ઓર્ગેનિક પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે ત્યાંથી પણ ઓર્ગેનિક ઉત્પાદન કરતા ખેડૂતો વેંચાણ કરી શકશે. આજે ખેડૂતોને દવા છાંટવા માટે ડ્રોનની ટેકનોલોજી પણ ઉપલબ્ધ છે.” આત્મીય યુનિવર્સીટીનાં ડૉ. શીલા રામચંદ્રજીએ જણાવ્યું હતું કે, “આત્મીય યુનિવર્સીટીમાં ઘણા બધા ઓર્ગેનિક ઉત્પાદનને લગતા પ્રોજેક્ટ વિદ્યાર્થીઓને કરાવવામાં આવે છે. યુનિવર્સીટીનાં કેમ્પસમાં ગૌશાળા અને કિચન ગાર્ડન પણ બનાવવામાં આવ્યા છે.” ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઇન્ડસ્ટ્રી (જી. સી. સી. આઈ)નાં અધ્યક્ષ ડૉ. વલ્લભભાઇ કથીરિયાએ ઓર્ગેનિક ખેડૂત હાટનું આયોજન કરવા પાછળનો હેતુ જણાવ્યો હતો. તેમણે કહ્યું કે, “ઓર્ગેનિક ખેડૂત અગ્રણી પ્રવીણભાઈ આસોદરિયાએ મને આ પ્રકારના હાટનું આયોજન કરવાની વાત કરી હતી જેથી કરીને ઓર્ગેનિક ખેડૂત હાટમાં ઉત્પાદક અને ખાનારા વર્ગ સીધા સંપર્કમાં આવે અને પોતાને અનુરૂપ ખેડૂતો પાસેથી કાયમી ધોરણે આવા ઉત્પાદનો મેળવતા થાય.” સમગ્ર ઉદઘાટન કાર્યક્રમનું સંચાલન મિત્તલ ખેતાણી દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ આભાર વિધિ નવરંગ નેચર કલબના વી. ડી બાલા દ્વારા કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં પ. પૂ પરમાત્માનંદ સરસ્વતીજી, દિલીપભાઈ સંઘાણી, ડૉ. શીલા રામચંદ્રજી, પૂર્વ સાંસદ રામજીભાઈ માવાણી, રમાબેન માવાણી, રાજકોટનાં મેયર નયનાબેન પેઢડીયા, ભાજપનાં અગ્રણી કિરણબેન માંકડિયા, ચેતનભાઈ રામાણી, વસંતભાઈ લીંબાસીયા, વિરાભાઈ હુંબલ, દિલીપભાઈ સખીયા, દિનેશભાઈ પટેલ, ગોપાલભાઈ પટેલ, વિશાલભાઈ ચાવડા, રાજદીપસિંહ જાડેજા, હિરેનભાઈ હાપલીયા, આત્મીયનાં સ્વસ્તિક દીદી, જીજ્ઞેશ રાઠોડ, ચેમ્બર ઓફ કોમર્સનાં પ્રમુખ વી. પી વૈષ્ણવ, ઉધોગપતિ પરસોતમભાઈ કમાણી સહિતનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.