રાજકોટ તાલુકા પંચાયતનાં પ્રમુખ ચેતન કથિરીયા પર લોખંડના પાઇપ વડે હુમલો, અગાઉની ફરિયાદનો ખાર રાખી મારી નાખવાની આપી ધમકી
રાજકોટ તાલુકા પંચાયતના પ્રમુખ ચેતન કથિરીયા પર લોખંડના પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. ગઇકાલે 26 જાન્યુઆરીના રોજ તેઓ ધ્વજવંદન કરીને પરત ફરતા સમયે ગ્રામ પંચાયતના ગેઇટ પાસે અસામાજિક તત્વો દ્વારા લોખંડના પાઇપથી હુમલો કરી માર મારતાં પગમાં અને હાથમાં ઇજા થતાં કુવાડવા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. તબિબી નિદાન થતાં હાથના અંગુઠામાં ફ્રેકચર થયાનું જણાયું હતું. બનાવ અંગે કુવાડવા પોલીસે ચેરમેન ચેતનભાઈ કથિરીયાની ફરિયાદ પરથી આરોપીની શોધખોળ હાથ ધરેલ છે.
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે
