સાબરકાંઠા જિલ્લામાં-: એસપી ઈલેવન બની ચેમ્પિયન,એસપી ઈલેવન અને વડાલી ઈલેવન વચ્ચે ફાઈનલ મેચ રમાઈ,જિલ્લા પોલીસ વડાએ વિનર અને રનર્સ અપ ટ્રોફી એનાયત કરી.... - At This Time

સાબરકાંઠા જિલ્લામાં-: એસપી ઈલેવન બની ચેમ્પિયન,એસપી ઈલેવન અને વડાલી ઈલેવન વચ્ચે ફાઈનલ મેચ રમાઈ,જિલ્લા પોલીસ વડાએ વિનર અને રનર્સ અપ ટ્રોફી એનાયત કરી….


સાબરકાંઠા જિલ્લામાં-: એસપી ઈલેવન બની ચેમ્પિયન,એસપી ઈલેવન અને વડાલી ઈલેવન વચ્ચે ફાઈનલ મેચ રમાઈ,જિલ્લા પોલીસ વડાએ વિનર અને રનર્સ અપ ટ્રોફી એનાયત કરી......
-------------------------------------------------------------------------------------------------------------
સાબરકાંઠાના-: હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર સાબરકાંઠા જિલ્લા પોલીસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રવિવારે વડાલી ઈલેવન અને એસપી ઈલેવન વચ્ચે 20 ઓવરની ફાઈનલ મેચ રમાઈ હતી.જેમાં એસપી ઇલેવનનો સાત વિકેટે જીત થતા ટુર્નામેન્ટ ચેમ્પિયન થઇ હતી.જિલ્લા પોલીસ વડા વિશાલકુમાર વાઘેલાજી એ ટુર્નામેન્ટ ચેમ્પિયન અને રનર્સ અપ ટીમને ટ્રોફી એનાયત કરી હતી.સાબરકાંઠા જિલ્લા પોલીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અને 16 ટીમો વચ્ચે લીગ મેચો રમાયા બાદ હિંમતનગર પોલીસ ગ્રાઉન્ડ પર આઠ ટીમો ક્વાર્ટર ફાઈનલ મેચો રમાઈ હતી અને ત્યારબાદ ચાર ટીમો વચ્ચે સેમીફાઈનલ મેચો રમાઈ હતી. તો ફાઈનલ મેચ રવિવારે એસપી ઈલેવન અને વડાલી ઈલેવન વચ્ચે રમાઈ હતી..

વડાલી ઈલેવને ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી હતી અને 19.5 ઓવરમાં 10 વિકેટે 104 રન કર્યા હતા.જવાબમાં એસપી ઇલેવને મજબુત શરૂઆત કરી હતી.11.3 ઓવરમાં 3 વિકેટે 109 રન કરી સાત વિકેટે ટુર્નામેન્ટ જીતી લીધી હતી.પોલીસ વડા વિશાલકુમાર વાઘેલાજી ના હસ્તે એસપી ઈલેવનના કેપ્ટન પરેશ જાનીને ટુર્નામેન્ટ ચેમ્પિયન ટ્રોફી અને વડાલી ઈલેવનના કેપ્ટન નારાયણસિંહ ઉમટને રનર્સ અપ ટ્રોફી આપી હતી.તો મેન ઓફ ધ મેચ ઉદીપ.મેન ઓફ ધ સીરીજ અને બેસ્ટ બોલર ઓફ ધ ટુર્નામેન્ટ હિમતનગર ગ્રામ્ય ઈલેવનના નકુલકુમાર ડામોર,બેસ્ટ ફિલ્ડર ઓફ ધ ટુર્નામેન્ટ વડાલી વડાલી ઈલેવનના એન.ડી.પટેલ અને બેસ્ટ બોલર ઓફ ધ ટુર્નામેન્ટ વડાલી ઈલેવનના કેપ્ટન નારાયણસિંહ ઉમટને ટ્રોફી આપવામાં આવી હતી.આ અંગે સાબરકાંઠા જિલ્લાના પોલીસ વડા વિશાલકુમાર વાઘેલાજી એ જણાવ્યું હતું કે રમત એ જીવનનો એક ભાગ છે..

એના ભાગરૂપે જ આયોજન કરાયેલ સાત દિવસની સાબરકાંઠા પોલીસ ટુર્નામેન્ટમાં ફરજ વચ્ચે મેદાન પર ખેલાડીઓમાં અને ટીમોમાં હળવાસ સાથે સ્પોટ્સ મેન સ્પીરીટ પણ જોવા મળી હતી.આ રમત એ ફરજની વ્યસ્તતા સૌને રીલેક્ષ કરતી જોવા મળી હતી.વિજેતા ટીમ અને રનર્સ અપ ટીમ સહીત સૌને અભિનદન પાઠવ્યા બાદ જીતની તક રાજ્ય કક્ષા સુધી પણ પહોંચશે તેવી વાત પણ જણાવી હતી.ફાઈનલ મેચ પ્રસંગે ઇડર ડીવાયએસપી સ્મિત ગોહિલજી,હેડક્વાર્ટર ડીવાયએસપી પાયલ સોમેશ્વર,એલસીબી એ.જી.રાઠોડજી એસઓજી પીઆઈ એ.જી.રાઠોડ,એલઆઈબી પીઆઈ વી.બી.પરમાર,એ ડીવીઝન પીઆઈ એચ.બી.વાઘેલાજી સહીત પીએસઆઈ, એએસઆઈ,મેન અને વુમન પોલીસ કોન્સ્ટેબલ,પોલીસ વડા કચેરી,જીલ્લા કંટ્રોલ રૂમ,નેત્રમના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહીને મેચની મજા માણી હતી.

રિપોર્ટર-:
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા....


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.