હર વખતની જેમ કચરો તાપીના પાણીમાં અને જાણે પાણીમાં આગ. સોનાની થાલીમાં લોઢાનો ખિલ્લો ?? સુર્યનગરીની છબી બગાડતા સ્થાનીકોને સફાઇ કર્મીઓને સજા ક્યારે ? - At This Time

હર વખતની જેમ કચરો તાપીના પાણીમાં અને જાણે પાણીમાં આગ. સોનાની થાલીમાં લોઢાનો ખિલ્લો ?? સુર્યનગરીની છબી બગાડતા સ્થાનીકોને સફાઇ કર્મીઓને સજા ક્યારે ?


હર વખતની જેમ કચરો તાપીના પાણીમાં અને જાણે પાણીમાં આગ.

સોનાની થાલીમાં લોઢાનો ખિલ્લો ??

સુર્યનગરીની છબી બગાડતા સ્થાનીકોને સફાઇ કર્મીઓને સજા ક્યારે ?

સુરત શહેર એટલે કર્ણભુમિ કહેવાય તાપીમાતાના ખોળે બેસી પ્રગતિ કરનારુ શહેર સ્વચ્છતાનો ખિતાબ જેના મસ્તકે શોભાયમાન રહે, છતાય ઘણી વખત શહેરના નમાલા માણસો પોતાની સગવડતા સાચવવા અને મહેનત ન થાય તે માટે આડે ધડ કચરો તાપી નદિમાં ઠાલવતા જોવા મળતા હોય છે, તે ઉપરાંત સવારે ઘરેથી ટીફીન સાથે કચરાનુ જબલુ મેડમ બાંધી આપતા હોય તેમ ચાલુ ગાડીએ ઘણી વખત કચરાના ઝબલા તાપી નદીમાં કે તાપી સંલગ્ન ખાડીમાં ફેકતા ઝડપાયા પણ સમજણ તો આવા લોકોને નથી કે સફાઇ વાળાને શરમ નથી જે આડકતરી રીતે શહેરની છબા ખરાબ કરતા હોય છે.
આવોજ ઘાટ આજે સર્જાયો જ્યારે સુરત શહેર સિવિલ ડિફેન્સના ડિવિઝનલ વોર્ડન પ્રકાશકુમાર વેકરીયા મોટાવરાછા ચિકુવાડી બ્રીજ પરથી પસાર થતા હતા ત્યારે પુષ્કળ ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા ત્યારે ગાડી સાઇડ કરી ફાયર વિભાગને કોલ કરી આગ ઓલવવા જણાવતા તુરંત ફાયર ટીમ કાપોદ્રા અને યુનિવર્સલ ફાઉન્ડેશનના સ્વયં સેવકોમાં ગારવીનભાઇ કાકડીયા સહીત એસ.એમ.સી ના કર્મીઓ સાથે રહી ટ્રાફીક કંટ્રોલ કરી, ચિકુવાડી પુલને ડાયવર્ટ કરાવી અડધા કલાકની જહેમતે ૫૦ ફુટ નીચે અલગ અલગ જગ્યાએ સળગાવવામાં આવેલ કચરાને ઓલવવામાં આવ્યુ, જેમાં નીચેથી પસાર થતી ગેસ લાઇનને આગ લાગતા બચાવવામાં આવી અને આવનારા સમયમાં કોઇ ડિઝાસ્ટર ન બને તે હેતુ રોકાયેલા ટ્રાફિક માં લોકોને કચરો ન ફેંકવા કે કોઇ નદિ ક્નારે કે અવાવરુ જગ્યા પર આવા કચરાને ન સળગાવે, કચરો ન ફેંકે અને પ્રદુષણથી બચવા-બચાવવા સિવિલ ડિફેન્સ અમરોલી ડિવિઝનલ પ્રકાશકુમાર વેકરીયા દ્વારા લોકોને જાગૃત રહેવા અપિલ કરવામાં આવી સાથે સાથે આ ઓપરેશન બાદ કાપોદ્રા ફાયર ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.