અમરેલી જિલ્લા કલેકટર શ્રી ને ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા કથાકાર રાજુ ગોસ્વામી વિરુદ્ધ આવેદન પત્ર પાઠવ્યું - At This Time

અમરેલી જિલ્લા કલેકટર શ્રી ને ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા કથાકાર રાજુ ગોસ્વામી વિરુદ્ધ આવેદન પત્ર પાઠવ્યું


અમરેલી જિલ્લા કલેકટર શ્રી ને ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા કથાકાર રાજુ ગોસ્વામી વિરુદ્ધ આવેદન પત્ર પાઠવ્યું

અમરેલી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના- અમરેલી દ્વારા અમરેલી જિલ્લા કલેકટર શ્રી ને કથાકાર રાજુ ગોસ્વામીના વિરોધમાં આવેદન પત્ર આપવામાં આવ્યું.. ગત ૧૯/૦૫/૨૪ ના રોજ ઉના તાલુકાના સીમર ગામમાં વ્યાસપીઠ પરથી કોળી અને ઠાકોર સમાજ વિશે અભદ્ર વાણી વિલાસ કરેલ હતો.જેનાથી અમારા સમાજમાં અતિ રોષ છે, અને તેમના શબ્દોને અમો સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ.. ભવિષ્યમાં કોઈપણ રાજકીય આગેવાનો, કોઈપણ કથાકારો કે સાહિત્યકારો આવી ભુલ ન કરે અને કોઈપણ સમાજ વિશે વાણી વિલાસ ન કરે તે બાબતે આજે કલેકટર ઓફિસ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. રાજુ કથાકાર ને આગામી ૧ વર્ષ સુધી કોઇપણ સ્થળે કથા ન કરવા તેમજ કોઈપણ સન્માન ગ્રહણ ન કરવા સૂચના આપેલ છે.. આવેદનપત્ર આપવા ઉપસ્થિત આગેવાનોમાં ઠાકોર સેના અમરેલી જિલ્લા પ્રમુખ મથુરજી ઠાકોર, જિલ્લા ઉપપ્રમુખ અને મોટાઝિંઝુડાના સરપંચ પંકજ ઉનાવા, તેમજ જિલ્લા ઉપ પ્રમુખ સંજય પરમાર, ધારી તાલુકા પ્રમુખ રમેશભાઇ ભારોલા, અમરેલી તાલુકા પ્રમુખ અનીલજી ઠાકોર. અમરેલી શહેર પ્રમુખ પ્રવીણ ભાઈ મોલાડીયા અને ઘણા બીજા આગેવાનો દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતુ.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.