ધાંગધ્રાના કરાટે બાજે જિલ્લા કક્ષાએ રાજ્ય કક્ષાએ નેશનલ કક્ષાએ તેમજ ઇન્ટરનેશનલ કક્ષાએ પણ ગોલ્ડ મેડલ મેળવ્યો. - At This Time

ધાંગધ્રાના કરાટે બાજે જિલ્લા કક્ષાએ રાજ્ય કક્ષાએ નેશનલ કક્ષાએ તેમજ ઇન્ટરનેશનલ કક્ષાએ પણ ગોલ્ડ મેડલ મેળવ્યો.


બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

આંધ્ર પ્રદેશ ખાતે ઇન્ટરનેશનલ કરાટે ફાઇટ યોજાઇ હતી.

તાજેતર આંધ્રપ્રદેશ ખાતે ઈન્ટરનેશનલ કરાટે સ્પર્ધા યોજાઈ હતી જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ૧૦ ખેલાડીઓએ ભાગ લઈ ૨ ગોલ્ડ સહીત ૧૦ મેડલ હાંસલ કરી ઝાલાવાડનું નામ વિશ્વ ફલક પર રોશન કર્યુ છે ઓલ ઈન્ડીયા વાડોકાઈ કરાટે ડો. એસોસીયેશન દ્વારા ૧૯મી ઈન્ટરનેશનલ વાડોકાઈ કરાટે ચેમ્પીયનશશીપ ૨૦૨૩નું આયોજન આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં આવેલ રાજીગાંધી પોર્ટ ઈન્ડોર સ્ટેડીયમ ખાતે કરાયુ હતુ જેમાં ભારત ઉપરાંત ઈંગ્લેન્ડ, બાંગ્લાદેશ, શ્રીલંકા
उसमेडीस्तान, नेपाल, મલેશિયા યુ.કે ઈન્ડોનેશીયા સહિત ૧૫ દેશોના ૭૫૦ ખેલાડીઓએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં સુરેન્દ્રનગરના ૧૦ ખેલાડીઓ પણ જોડાયા હતા કોચ ટ્રેનર ચક્રબહાદુર દમાઈ અને ભાવેશ ગુરખાના માર્ગદર્શન નીચે જશરાજસિંહ જયદેવસિંહ ઝાલાએ ગોલ્ડ મેડલ મેળવ્યો હતા યશ ગઢીયા, ધર્માયુસીંહ વાઘેલા અને કુશલ કામાણીએ સીલ્વર તથા, જયદીપસીંહ ઝાલા બ્રોન્ઝ મેડલ મેળવી ઝાલાવાડનું નામ રોશન કર્યુ હતુ કરાટે બાજો આંધ્રપ્રદેશથી ઇન્ટરનેશનલ સ્પર્ધામાં ગોલ્ડ પ્રાપ્ત કરીને રિટર્ન આવ્યા ત્યારે તેઓનું ધામધૂમથી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું સ્વાગતમાં ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા સેન્ટ હિલેરી સ્કૂલના ફાધર અને સિસ્ટર ગુજરાત કરણી સેનાના મહામંત્રી કીપાલસિંહ જાડેજા તેમજ તાલુકા પ્રમુખ શકિતસિંહ ઝલા અને ધાંગધ્રા શહેર પ્રમુખ રાજદીપસિંહ ઝાલા સાથે ધાંગધ્રા ભારતીય જનતા પાર્ટીના સંગઠન પ્રમુખ મહામંત્રી ભગવદધામ ગુરુકુળના દિવ્ય દર્શન સ્વામી અને નગરપાલિકા ના કોર્પોરેટર તેમજ મિત્ર સર્કલ તેમજ પરિવારજનો ઉપસ્થિત રહીને સન્માન સ્વાગત કર્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.