દિવાળી પર્વને લઈને ભાજપ અને યુવા મોરચા દ્વારા જરૂરિયાતમંદ લોકોના જીવનમાં અજવાળું પથરાય તેવા હેતુથી સેવા વસ્તીમાં હેપીનેસ કીટનું વિતરણ કરાયું - At This Time

દિવાળી પર્વને લઈને ભાજપ અને યુવા મોરચા દ્વારા જરૂરિયાતમંદ લોકોના જીવનમાં અજવાળું પથરાય તેવા હેતુથી સેવા વસ્તીમાં હેપીનેસ કીટનું વિતરણ કરાયું


દિવાળી પર્વને લઈને ભાજપ અને યુવા મોરચા દ્વારા જરૂરિયાતમંદ લોકોના જીવનમાં અજવાળું પથરાય તેવા હેતુથી સેવા વસ્તીમાં હેપીનેસ કીટનું વિતરણ કરાયું

પાલિકાના વોર્ડ નં.૪ ના અયોધ્યા નગર વિસ્તારમાં ધારાસભ્ય અને જીલ્લા પ્રમુખના હસ્તે દિવાળીની સામગ્રી કીટનું વિતરણ

બ્રિજેશકુમાર પટેલ - ભરૂચ જિલ્લા,
બ્યુરો ચીફ, એટ ધીસ ટાઇમ

પ્રકાશના પર્વ થકી જરૂરીયાત મંદ બાળકોના જીવનમાં પ્રકાશ પાથરવાના પ્રયાસ કરવાના હેતુથી ભારતીય જનતા પાર્ટી અને યુવા ભાજપ દ્વારા ભરૂચ પાલિકા વિસ્તારના અયોધ્યા નગરની સેવા વસ્તીમાં હેપીનેસ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

દિવાળીને પ્રકાશરૂપી પર્વ માનવામાં આવે છે.આ પ્રકાશના પર્વ થકી જરૂરીયાત મંદ બાળકોમાં પ્રકાશ પાથરવાનો પ્રયાસ કરવાના હેતુથી ભારતીય જનતા પાર્ટી અને યુવા ભાજપ આગળ આવ્યું છે.ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મારૂતીસિંહ અને યુવા ભાજપ ભરૂચ જીલ્લાના પ્રમુખ ઋષભ પટેલની પ્રેરણાથી ભરૂચ નગર પાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર ૪ના અયોધ્યા નગરની સેવા વસ્તીમાં રહેતા ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને ફટાકડા, મીઠાઈ,બેકરી બિસ્કીટ અને ફરસાણ સહિતની ઉપયોગી ચીજ વસ્તુઓ મૂકી હેપીનેસ કીટ તૈયાર કરી ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં હેપીનેસ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને માનવસેવા એ જ પ્રભુ સેવાના સંદેશ સાથે દિવાળીના સમયે જરૂરિયાત મંદ લોકોના ઘરમાં અજવાળું પથરાય અને આવનારું વર્ષ પણ સુખમય સમૃદ્ધમય રહે તેવા હેતુથી જીવન જરૂરી સામગ્રીઓનું કીટનું વિતરણ કરી માનવતા મહેકાવી હતી
આ પ્રસંગે ભરૂચ જીલ્લા ભાજપના પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા,મહામંત્રી નિરલ પટેલ,ફતેસિંહ ગોહિલ અને વિનોદ પટેલ,જીલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી,યુવા મોરચાના પ્રમુખ ઋષભ પટેલ,શહેર પ્રમુખ પ્રકાશ પટેલ,પૂર્વ પાલિકા પ્રમુખ અમિત ચાવડા,યુવા મોરચાના દક્ષ પંડ્યા,ભાવેશ મિસ્ત્રી,હેમદીપ પટેલ અને પ્રજ્ઞેશ પટેલ સહિતના કાર્યકરો અને સ્થાનિક આગેવાનો તેમજ લોકો ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.