ગાંધી જન્મ જ્યંતી દિવસે ગુજરાત માં નશીલા પ્રદાર્થ નું સેવન વેચાણ બંધ કરવા અભિયાન - At This Time

ગાંધી જન્મ જ્યંતી દિવસે ગુજરાત માં નશીલા પ્રદાર્થ નું સેવન વેચાણ બંધ કરવા અભિયાન


સુરત ગાંધી જન્મ જ્યંતી દિવસે ગુજરાત માં નશીલા પ્રદાર્થ નું સેવન વેચાણ બંધ કરવા અભિયાન

સુરત. સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મોટા વરાછા, સુદામા ચોક ,ઉત્રાણ, અબ્રામા અને યોગીચોક જેવા અન્ય વિસ્તારો ની અંદર કોમર્શીયલ શોપીંગ મા ખુલ્લેઆમ ડ્રગ્સ ના ઇન્જેકશન નુ અને નશીલા પદાર્થો નુ ખુલ્લેઆમ વેચાણ અને સેવન બંધ કરાવવા સરકાર ને અપિલ
આજે ગાંધી જયંતિ ના દિવસે ગાંધી ના ગુજરાત માં જે નશીલા પ્રદાર્થ નું સેવન કરતા ત્યારે ગાંધીજી એ અંગ્રેજો ને હાંકી કાઢવામાં આવ્યા હતા જ્યારે સરકારશ્રી ને ડ્રગ્સ ના સેવન અને વેચાણ કરનાર ની માહીતી આપી તેને અટકાવવા સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મોટા વરાછા વિસ્તાર ની ગાર્ડનવેલી રેસીડેન્સી સોસાયટી થી ગાંધીજયંતી ના દિવસે ડ્રગ્સ નાબુદી અભિયાન નુ પ્રારંભ કરવામા આવ્યુ. અને નવરાત્રી નિમિતે ડ્રગ્સ અવેરનેસ ના બેનરો પહેરી દરેક સોસાયટીમા ગરબા રમવા નુ શરુ કરવામા આવયુ છે. જ્યારે અત્યારે કોમર્શીયલ શોપિંગ સેન્ટર પર ખુલ્લે આમ પાનના ગલ્લામા ડ્રગ્સ વેચાણ અમે સેવન થઈ રહ્યું છે તેનાથી યુવાન ધન 15 થી 25 વર્ષના બાળકો જે કોલેજ માં અભ્યાસ કરી રહ્યા છે તે ડ્રગ્સ નું સેવન કરવા જાય અને એમની પાસે રૂપિયા પણ ન હોય જેનાથી ઘર માં જ ચોરી કરી રહ્યા છે અથવા સગા સંબંધી પાસે પૈસા ઉછીના લે છે વ્યાજે લે છે અંતે ચૂકવી ન શક્તા આપઘાત અથવા લુંટ અને હત્યા કરવા પણ તૈયાર થઈ જાય છે તે હદ સુધી ડ્રગ્સ નું સેવન ચાલી રહ્યું છે આ ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે આજે મોટા વરાછા થી એક જનજાગૃતિ કાર્ય ચાલુ થઈ રહ્યું છે જેની તંત્ર ને જાણ છે કે કેમ??? ડ્રગ્સ ને કારણે કેટલાય યુવાનો ની જીંદગી પૂરી થાય છે જેથી ડ્રગ્સ સેવન કરનાર એના કરતાં ડ્રગ્સ વેચનાર વિરુદ્ધ કડક માં કડક કાર્યવહી કરવા તમામ રહિશો અને જાગ્રુત જનતાની જનતા ની માગ છે.અને વેચાણ કરનાર ની વિગત નજીકના પોલીસ અધિકારી અને સામાજીક , રાજકીય આગેવાનોને પહોચાડી સરકારના ડ્રગ્સ મુક્ત અભિયાન ને સહયોગ.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.