જંકશન પ્લોટના ફલેટમાં આગ ભભુકતા એસી, દરવાજા, કસરતની સાયકલ બળીને ખાખ - At This Time

જંકશન પ્લોટના ફલેટમાં આગ ભભુકતા એસી, દરવાજા, કસરતની સાયકલ બળીને ખાખ


શહેરના જંકશન પ્લોટ શેરી નં. 12/8ના ખુણે આવેલા કેશવ એપાર્ટમેન્ટના ફલેટમાં આગ ભભુકી ઉઠતા ફાયર બ્રિગેડની ટીમ દોડી ગઇ હતી.
ફલેટમાં રહેતા ચિરાગભાઇ બીપીનભાઇ કોટક, મયંકભાઇ કોટકે ફાયર બ્રિગેડને જાણ કરેલી તેમના પરિવારજનો ગઇકાલે સાંજે 7.30 વાગ્યા આસપાસ ઘરે નહોતા ત્યારે અચાનક આગ ભભુકી હતી. ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર ખેર, પંકજભાઇ ટાંક, રમેશભાઇ રાઠોડ, ઋતુરાજસિંહ, અજયભાઇ પરમાર, કમલેશભાઇ પહોંચી આગ બુઝાવી હતી. આગમાં એસી, કસરતના સાયકલ, બારીના દરવાજા, વાયરીંગ અને ઘરની અન્ય ઘરવખરી બળીને ખાખ થઇ હતી. એસીમાં શોર્ટ સર્કીટ થતા આગ લાગ્યાનું અનુમાન છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.