ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા નિર્મિત વીર-વીરૂ અમૃત સરોવરનું મહાનુભાવોના હસ્તે લોકાર્પણ અને દાતાઓનું સન્માન - At This Time

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા નિર્મિત વીર-વીરૂ અમૃત સરોવરનું મહાનુભાવોના હસ્તે લોકાર્પણ અને દાતાઓનું સન્માન


ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા નિર્મિત વીર-વીરૂ અમૃત સરોવરનું મહાનુભાવોના હસ્તે લોકાર્પણ અને દાતાઓનું સન્માન

રાજકોટ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા નિર્મિત વીર-વીરૂ અમૃત સરોવરનું મહાનુભાવોના હસ્તે લોકાર્પણ અને દાતા ઓનું સન્માન
સંપુર્ણ લોક્ભાગીદારીથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચેકડેમ ઊંડા,ઊંચા અને રીપેર કરવામાં આવે છે તેમજ નવા બનાવવામાં આવે છે. અત્યાર સુધીમાં ૧૦૫ થી વધુ ચેકડેમ પૂર્ણ કરવામાં આવ્યા છે અને હવે પછી સૌરાષ્ટ્રમાં ૧૧૦૦૦ ચેકડેમ બનાવવાનો સંકલ્પ કરેલ છે. માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના રાજકોટ જીલ્લાના ૭૫ અમૃત સરોવરમાના ૯ અમૃત સરોવર બનાવેલ છે જેમાંથી એક રાજકોટ શહેરના મોટા મોવા વિસ્તારમાં સંપુર્ણ લોક્ભાગીદારીથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૧૮ વીઘામાં સરેરાસ ૧૫ થી ૨૧ ફૂટ ઊંડાઈનું વીર-વીરૂ અમૃત સરોવર બનાવવામાં આવેલ છે. તેમાં વિશાળ પાણીનો જથ્થો આવવાથી ઓવરફલો થઈ ચુકેલ છે. જેનાથી રાજકોટ શહેરના આજુબાજુમાં ખેતીની જમીનમાં અને હાઈરાઈજ બિલ્ડીંગમાં પાણીના તળ ખુબ જ ઉપર આવી ગયા છે. જેથી ૫૦ થી વધુ હાઈરાઈજ બિલ્ડીંગમાં પાણીના ટેન્કર બંધ થયા છે.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાન માજી સાંસદ શ્રી ડો.વલ્લભભાઈ કથેરીયા, શ્રી જેરામભાઈ વાસજાળિયા(પ્રમુખ ઉમિયાધામ), શ્રી પરેશભાઈ ગજેરા(ચેરમેનશ્રી બિલ્ડર્સ એસોસીએશન), શ્રી જયેશભાઈ બોઘરા(ચેરમેનશ્રી માર્કેટિંગ યાર્ડ), ડે. મેયર કંચનબેન સિધ્ધપુરા, કોર્પોરેટર શ્રી લીલુબેન જાદવ, શ્રી વિજયભાઇ કોરાટ(મંત્રી પ્રદેશ કિશાન મોરચો),શ્રી ભરતભાઇ શીંગાળા, શ્રી પરષોત્તમભાઈ કમાણી, શ્રી કિરણબેન માકડીયા, શ્રી વિનુભાઈ સોરઠીયા (કોર્પોરેટર-વોર્ડ નં.11), શ્રી શિવલાલભાઈ લીંબાસીયા(પટેલ સમાજ અગ્રણી), ખીરસરા GIDC એસોસીએશન, શ્રી મિતલભાઈ ખેતાણી(કરુણા ફાઉન્ડેશન) વગેરે મહાનુભાવો હાજર રહેલ હતા. તેમજ આ કાર્યક્રમને વધુમા વધુ પાણીનું મહત્વ સમજાવવા માટે કલાકાર શ્રી મનસુખભાઈ વસોયા ટીમ સાથે ઉપસ્થિત રહ્યા હતા.મુખ્ય દાતાશ્રીઓનું મહાનુભાવો દ્વારા શિલ્ડ આપી ઉમિયાધામ પ્રમુખશ્રી જેરામભાઈ વાસજાળિયાના હસ્તે શ્રી દિલીપભાઈ લાડાણી(લાડાણી બિલ્ડર્સ), સરોજબેન ડેડાણીયા, લલીતાબેન ડેડાણીયા, લીનાબેન ડેડાણીયા (રવિ બિલ્ડર્સ) નું સન્માન કરવામાં આવેલ છે. તેમજ અન્ય દાતાઓનું મહાનુભાવો દ્વારા શ્રી વિરાભાઈ હુંબલ(જય મુરલીધર ફાર્મ), શ્રી વસંતભાઇ લીંબાસીયા(વૃંદાવન ડેરી), ભરતભાઇ પરસાણા(ગૌભક્ત), શ્રી રમેશભાઇ ઠક્કર(ગીરીરાજ હોસ્પિટલ), શ્રી ભરતભાઇ ગાજીપરા(સર્વોદય સ્કુલ), શ્રી ચંદુભાઈ હુંબલ(જય મુરલીધર ફાર્મ), શ્રી જમનભાઈ પટેલ (ડેકોરા ગ્રુપ), શ્રી જિગ્નેશભાઈ પટોડીયા, શ્રી ગોપાલભાઈ બાલધા(નિવૃત pgvcl અધિકારી), શ્રી જગદીશભાઇ કોટડીયા(ફાલ્કન ગ્રુપ), શ્રી અરવિંદભાઇ પાણ(હાઈબોન્ડ સિમેન્ટ), શ્રી સતિષભાઇ બેરા (ઉદ્યોગપતિ), શ્રી મૂળજીભાઈ ભીમાણી(બિલ્ડર્સ), શ્રી હરિભાઇ ચૌહાણ, શ્રી પ્રકાશભાઇ કનેરીયા(ઉદ્યોગપતિ),, શ્રી રાજ હદવાણી(ગોપાલ નમકીન) નું સન્માન કરવામાં આવેલ છે.
સંપુર્ણ લોકભાગીદારીથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૧૦૫ થી વધુ ચેકડેમો પૂર્ણ કરેલા છે જેના દાતાઓનું ઋણ સ્વીકાર અને તેમજ ૧૧૦૦૦(અગિયાર હજાર). ચેકડેમો લોકભાગીદારીથી થાય તેના માટે દાતાઓનો જોમ અને જુસ્સો વધે અને સૌરાષ્ટ્રના ધરતીના પાણીના તળ ઊંચા આવવાથી સંપુર્ણ પ્રકૃતિની રક્ષા થશે તેનાથી પશુ-પક્ષી, જીવ-જંતુ અને માનવજાતને ખુબ મોટો ફાયદો થશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયા, પ્રકૃતિપ્રેમી શ્રી દિનેશભાઈ પટેલ,શ્રી રમેશભાઈ જેતાણી, શ્રી મનીષભાઈ માયાણી, શ્રી રતિભાઈ ઠુમ્મર, શ્રી વિઠલભાઈ બાલધા, શ્રી ભુપતભાઈ કાકડીયા, શ્રી ભરતભાઈ પીપળીયા, શ્રી મહેન્દ્રભાઈ કાલરીયા, શ્રી અશોકભાઈ મોલીયા, શ્રી ભરતભાઈ ભુવા, શ્રી કૌશિકભાઈ પટેલ (પ્રમુખ બિલ્ડર્સ), વ્હાઈટ હેવન, રંગોલી પાર્ક, તુલસી ગ્રીન, એટલાન્ટીયા ગાર્ડન,ઓરા રેસીડેન્સી,એકવા રેસીડેન્સીના એસોસીએશન ભાઈ-બહેનો વગેરેએ જહમત ઉઠાવી છે.
આ અંગેની વિશેષ માંહિતી માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઇ સખિયા મો:૯૪૨૭૨ ૦૭૮૬૮ તથા દિનેશભાઇ પટેલ મો:૯૮૨૪૨ ૩૮૭૮૫ પર સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.