વિજાપુર ખાતે શ્રીમંત ફતેહસિંહ રાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા આયોજિત સ્વ કીર્તિ કુમાર જયસુખરામ પારઘી નાં સૌજન્ય થી ચાલતાં "મને જાણો" કાર્યક્રમ યોજાયો - At This Time

વિજાપુર ખાતે શ્રીમંત ફતેહસિંહ રાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા આયોજિત સ્વ કીર્તિ કુમાર જયસુખરામ પારઘી નાં સૌજન્ય થી ચાલતાં “મને જાણો” કાર્યક્રમ યોજાયો


શ્રીમંત ફતેહસિંહ રાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા આયોજિત સ્વ કીર્તિ કુમાર જયસુખરામ પારઘી નાં સૌજન્ય થી ચાલતાં "મને જાણો" કાર્યક્રમ અંતર્ગત તા. 7-1-2024 ના રોજ, રવિવારે સાંજે લાઇબ્રેરીમાં "સ્વામી વિવેકાનંદ જયંતિ" (12 જાન્યુ) નિમિત્તે સ્વામીજીના શક્તિદાયક વિચારો અને જીવન વૃતાંત ઉપર વિજાપુરના રામકૃષ્ણ આશ્રમના સંચાલક શ્રી સુરેશભાઇ મરાઠા દ્વારા ખૂબ જ સુંદર મનનીય પ્રવચન આપવામાં આવેલ. ત્યારબાદ પ્રતિભાવમાં શ્રી કાંતિભાઈ સુથાર, શ્રી અમૃતભાઈ મિસ્ત્રી, કર્દમભાઈ મોદીએ શ્રી સુરેશભાઈ મરાઠા દ્વારા અપાયેલ મનનીય વક્તવ્યની સરાહનાની સાથે સ્વામી વિવેકાનંદજીના ઘણાં અજ્ઞાત પાસાઓની વિશિષ્ટ માહિતી આપી હતી, જેની સુજ્ઞ શ્રોતાજનોએ તાળીઓ દ્વારા અભિવાદન કરવામાં આવેલ.

આસ્થા હૉલમાં ઉપસ્થિત તમામ સાહિત્યપ્રેમી અને વિવેકાનંદજીના આદર્શ પ્રેમી શ્રોતાઓ દ્વારા સૌ વક્તા શ્રી સુરેશભાઈ દ્વારા અપાયેલ મનનીય પ્રવચનની સરાહના કરવામાં આવેલ.
સૌ પ્રથમ પ્રમુખ શ્રી ડૉ શૈલેશ સોમપુરા દ્વારા વક્તા શ્રી સુરેશભાઇ મરાઠા અને સર્વ શ્રોતાજનોનું સ્વાગત કરી પુસ્તકાલયનો વિવિધ સેવાકીય પ્રવૃતિઓથી માહિતગાર કરેલ. શ્રી નગીનભાઇ ડોડીયા દ્વારા વક્તાશ્રી નો પરિચય આપવામાં આવેલ. શ્રી જયેશ વૈદ્ય અને શ્રી ચંદ્રકાંતભાઈ ઠક્કરે વક્તા શ્રી સુરેશભાઇ મરાઠાનું શાલ ઓઢાડી તથા ડૉ. કાટવાલાએ પુસ્તક આપીને સન્માન કરેલ.

આ પ્રસંગે, "મને જાણો" પરિવાર ના શ્રી અશોકભાઇ ઠકકરને ક્લાસ વન અધિકારી તરીકે મળેલ પ્રમોશન સાથે ગાંધીનગર ખાતે પોસ્ટીંગ મળતાં તેમનું શ્રી સુરેશભાઈ દેશમુખ અને શ્રી સુનીલભાઈ પાગેદાર બુકે દ્વારા તેમજ શ્રી મહાસુખભાઈ મોદી અને શ્રી નગીનભાઇ ડોડીયા દ્વારા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યા હતા. સૌ શ્રોતાજનો દ્વારા તેમને હાર્દિક અભિનંદન આપવામાં આવેલ.

શ્રી જ્યોતીન્દ્રભાઈ ભટ્ટ (સાહિત્ય સર્જન, સિદ્ધપુર) ને તેમના જન્મદિન નિમિત્તે શુભેચ્છાઓ આપવામાં આવેલ. તેમના દ્વારા આપવામાં આવેલ નાસ્તો આરોગીને સૌ છુટા પડેલ.મંત્રી શ્રી મહાસુખભાઈ મોદી દ્વારા આભારવિધિ કરવામાં આવેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.