અમે ધોકા જ નહીં, પીછી ઉપર પણ હાથ અજમાવી શકીએ !
કલાનગરી પોરબંદરમાં કલાને લગતા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન થતુ રહે છે. મુંબઇ સ્થિત કલારંભ નામની સંસ્થાના દિગ્ગજ ચિત્રકારો અને કલાના અભ્યાસુઓનો ચાર દિવસીય નિવાસી કેમ્પ પોરબંદરમાં યોજાઇ રહ્યો છે ત્યારે પોરબંદરના પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાએ હઝૂર પેલેસ ખાતે ચિત્ર તૈયાર કરી રહેલા કલાકારોને પ્રોત્સાહિત કર્યા હતા એટલુ જ નહીં પરંતુ ઉમદા ચિત્રકાર છે તેની સાબિતી આપીને કેન્વાસ પર પીંછી અજમાવી હતી અને જાણેકે આ તસ્વીર જોતા એવું કહી રહ્યા છે કે 'અમે માત્ર ધોકા જ નહીં, પીછી ઉપર પણ હાથ અજમાવી શકીએ !’
8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે
