માનસિક અસ્વસ્થ મહીલાને તેમના પરિવાર સાથે મિલન કરાવી પ્રશંસનીય કામગીરી કરતી વેરાવળ સીટી પોલીસ ::* - At This Time

માનસિક અસ્વસ્થ મહીલાને તેમના પરિવાર સાથે મિલન કરાવી પ્રશંસનીય કામગીરી કરતી વેરાવળ સીટી પોલીસ ::*


*:: માનસિક અસ્વસ્થ મહીલાને તેમના પરિવાર સાથે મિલન કરાવી પ્રશંસનીય કામગીરી કરતી વેરાવળ સીટી પોલીસ ::*

💫ગઇકાલ તા.૨૮/૦૯/૨૦૨૨ ના વેરાવળ સીટી પો.સ્ટે. ના *હોમગાર્ડ જવાન સુફીયાનભાઇ સુલેમાનભાઇ સોરા એ વેરાવળ સીટી પો.સ્ટે. ના CWPO ઇન્ચાર્જ એ.એસ.આઇ. લક્ષ્મીબેન લખમણભાઇને* ફોન કરી જાણ કરેલ કે, *વેરાવળ, સાહીગ્રા કોલોની કીરમાણી ફેકટરીની બાજુમાં એક માનસિક અસ્વસ્થ મહીલા તેની પાસે રહેલા બાળકને અવાર નવાર માર મારે છે. અને પુછપરછ કરતા કોઇ સરખો જવાબ આપતી ન હોવાની જાણ કરતા એ.એસ.આઇ. લક્ષ્મીબેન લખમણભાઇ* તુરત એ સ્થળ ઉપર જઇ તપાસ કરતા અને સદરહુ મહીલાની પુછપરછ કરતા મહીલા માનસિક અસ્વસ્થ જણાય આવેલ જે અનુસંધાને
💫વેરાવળ સીટી પો.સ્ટે. ના *પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એમ.ઇશરાણી* નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ સદરહુ મહીલાને તેમના બાળક સાથે *વેરાવળ સખી વનસ્ટોપ સેન્ટરમાં લઇ ગયેલ અને ત્યાં જઇ સખી વનસ્ટોપ સેન્ટરના હાજર સ્ટાફને સાથે રાખી કાઉન્સેલીંગ કરતા તેમની સાથે રહેલ બાળકી આશરે ઉ.વ. દોઢેક વર્ષની જણાયેલ અને પોતે અસ્પષ્ટ હીન્દી/ગુજરાતી ભાષામાં વાતચીત કરતા સદરહુ મહીલા બહારના રાજયની હોવાનુ જણાય આવેલ* અને પોતાનુ નામ પુષ્પાકુમારી હોવાનુ જણાવેલ અને પોતાની દિકરીનુ નામ શનાયા હોવાનુ જણાવેલ અને પોતાનુ પુરૂ સરનામુ જણાવેલ ન હોય અને તેમની પાસે કોઇ આઇ.ડી.પ્રુફ મળી આવેલ નહી જેથી *માનસિક સ્વસ્થ કરાવવા સારૂ તેમની સારવાર વેરાવળ સરકારી હોસ્પિલ ખાતે કરાવી તેમની પુછપરછ કરતા તેમણે પોતાના પતિના શૈલેશસીંગ રહે.ઓકડી વાળા હોવાનુ જણાવેલ જેથી તેમના ગામની તથા મહીલાના પતિની તપાસ કરાવતા અમદાવાદ જીલ્લાનુ માંડલ તાલુકાનુ ઓડકી ગામ હોવાનુ જણાયેલ* જેથી સદરહુ ગામ ખાતે તપાસ કરાવતા તેમના કુટુમ્બીજનોનો સંપર્ક થઇ જતા જાણવા મળેલ કે, સદરહુ મહીલા બીહારની દિકરી હોય અને ઓડકી મુકામે સાસરે હોય અને થોડી માનસિક અસ્વસ્થ હોય જેથી તેના માતા પિતા તથા તેના પતિનો સંપર્ક કરી તેઓને સદરહુ મહીલાથી વાકેફ કરતા *સદરહુ મહીલાના પિતા રામાનંદ શાહ ઢોણા શાહ બનીયા રહે.ગામ ચકરી તા. રધુનાથ પુર જી.સીવાન રાજ્ય બીહાર તથા માતા ચમેલીદેવી તથા તેના પતિ શૈલેષસીંગ ઠાકુર તેને લઇ જવા માટે અત્રે પો.સ્ટે. આવતા અને સદરહુ મહીલા તેમની સાથે જવાની હકીકત જણાવતા* અને તેમના *પરિવારએ બાળક સાથે સારી રીતે રાખવાની અને તેની સારવાર કરાવી આપવાની બાહેંધરી આપતા સદરહુ પુષ્પાબેનને તેમની બાળકી સાથે તેમના માતાપિતાને સખી વનસ્ટોપના સ્ટાફ રૂબરૂ સોંપી આપી પ્રશંસનિય કામગીરી કરેલ છે.*
💫 *સારી કામગીરી કરનાર કર્મચારીઓ-* વેરાવળ સીટી પો.સ્ટે.ના એ.એસ.આઇ લક્ષ્મીબેન લખમણભાઇ મોરી તથા તથા સુફીયાનભાઇ સુલેમાનભાઇ સોરા તથા વેરાવળ સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓએ આ સારી કામગીરી કરેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.