આણંદમાં કાર અકસ્માતમાં મૃત્યુ પામેલ ડોક્ટરોના પરિવારને ન્યાય માટે સુરત કલેક્ટરને આવેદનપત્ર અપાયુ - At This Time

આણંદમાં કાર અકસ્માતમાં મૃત્યુ પામેલ ડોક્ટરોના પરિવારને ન્યાય માટે સુરત કલેક્ટરને આવેદનપત્ર અપાયુ


સુરત મુકામે આહીર શૈક્ષણિક ભવન અને આહીર ડાયમંડ વેપારી મંડળ અને અન્ય સંગઠનોને સાથે રાખી સુરત કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું...ગત અઠવાડિયામાં આણંદ મુકામે થયેલ ગમખ્વાર કાર અકસ્માતમાં આહીર સમાજનાં બે ડોક્ટર જતીન હડીયા અને ડૉ અંકિતા બલદાનીયા સહિત 4 વ્યક્તિ મૃત્યુ પામ્યા અને 7 જેટલા વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા ગુજરાતમાં કાર અકસ્માતના બનાવ આવા બેજવાબદાર નબીરાઓ દ્વારા અવારનવાર બની રહ્યા છે અને મૃતકના પરિવારો પર અચાનક દુઃખ આવી પડે છે કોઈ પરિવારો નોધારા બની જતા હોય છે ત્યારે આવી ઘટનાઓને અંજામ આપનાર આવા તત્વો સામે કડક કાર્યવાહી થવી ખૂબ જરૂરી છે હજુ તથ્ય પટેલની અમદાવાદ ખાતે બનેલ હિટ એન્ડ રન ઘટના લોકો ભૂલ્યા નથી ત્યાં આણંદ મુકામે આ બીજી ઘટના બની છે એટલે સરકાર દ્વારા પણ ગંભીરતા લઈ આ કેસમાં દાખલ રૂપ સજા થાય તેવી કાળજી લે તે જરૂરી છે આણંદ મુકામે બની ગયેલ કાર અકસ્માતમાં આહીર સમાજનાં એક ડોક્ટર ભાઈ અને એક ડોક્ટર બેન અકાળે મૃત્યુ પામ્યા છે જેનાથી એમના પરિવાર સહિત સમગ્ર ગુજરાતનો આહીર સમાજ સૌ ખૂબ વ્યથિત અને દુઃખી છે એમના પરિવારને અને મૃતકના પરિવારને ન્યાય મળે કડકપણે કાયદાનો અમલ થાય તેમજ ઘાયલ સહિત તમામ પરિવારોને સરકાર દ્વારા યોગ્ય સહાય આપવામાં આવે તેવી લાગણી અને માંગણી સાથે આહીર શૈક્ષણિક ભવન ચેરીટેબલ ટ્રસ્ટ સુરત કમિટી અને આહીર ડાયમંડ વેપારી મંડળ અને અન્ય સંગઠનોના હોદ્દેદારોને સાથે રાખી સુરત કલેકટરને આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી

રીપોર્ટ નિલેષ ઢીલા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.