શહેરમાં ફેક હાડવૈદના પુત્રના ચોંકાવનારા કિસ્સા: અનેક યુવતીઓ સાથે છેતરપિંડી અને શોષણનો ભંડાફોડ
તસ્વીર પ્રતિકાત્મક છે.
.................................
અમદાવાદ:સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર શહેરમાં ગેરકાયદેસર દવાખાનું ચલાવતા એક વ્યક્તિના પુત્રના કારસ્તાન સામે આવ્યા છે. આ યુવક સોશિયલ મીડિયા એપ્લીકેશન્સ મારફતે યુવતીઓનો સંપર્ક સાધીને તેમની સાથે મિત્રતા કેળવતો અને ત્યારબાદ શારિરીક સંબંધ બાંધતો હોવાનું ખુલ્યું છે.
પ્રેમજાળમાં ફસાવી શારિરીક શોષણ
પ્રાપ્ત માહિતી અનુસાર, યુવકે એક હિંદુ યુવતી સાથે નજીકતા વધારી અને શારીરિક સંબંધ બાંધ્યા હતા. પરંતુ, જ્યારે યુવતી ગર્ભવતી બની, ત્યારે તેને દબાણ કરીને ગર્ભપાત કરાવી દીધો હતો. આ મામલો હિંદુ સંગઠન સુધી પહોંચતા, કાર્યકર્તાઓએ યુવકને એક ઓફિસમાં બોલાવીને તેને સારી રીતે સમજાવ્યું.
500 પોર્ન વિડીયો મળી આવ્યા
આ યુવકએ માત્ર એક કે બે નહીં, પણ 23 જેટલી યુવતીઓને તેની મીઠી વાતોથી ચકમો આપી, તેમના વિશ્વાસ સાથે ખેલ કર્યો હોવાનો દાવો છે. યુવકના મોબાઇલની તપાસ દરમિયાન 500 જેટલા અશ્લીલ વિડિઓઝ મળી આવ્યા હતા, જેમાંથી કેટલીક ક્લિપ્સ યુવતીઓની પણ હતી. આ સમગ્ર કન્ટેન્ટ તરત જ ડિલીટ કરી દેવામાં આવ્યું અને મોબાઇલ ફોર્મેટ કરીને નષ્ટ કરી દેવાયો.
પોલીસ ફરિયાદની શક્યતા
સૂત્રોના જણાવ્યા મુજબ, બે થી ત્રણ યુવતીઓ યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવી શકે છે. તેમની પાસે તેના સાથે થયેલી ચેટ્સ અને અન્ય પુરાવા છે, જે યુવકના વિરુદ્ધ પોખ્તા પુરાવા આપી શકે છે.
મોડલ અને વેપારી હોવાનો દાવો
આ યુવક યુવતીઓના વિશ્વાસ જીતવા માટે પોતાને મોટો મોડલ અને ઉદ્યોગપતિ તરીકે રજૂ કરતો હતો. શહેરના ખાનપુર અને દિલ્હી ચકલા વિસ્તાર સાથે જોડાયેલા આ યુવકના વધુ કારસ્તાન સામે આવી શકે છે.
આગામી તપાસ અને કાર્યવાહી
આ યુવક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ વધી રહી છે. જો યુવતીઓએ હિંમતભેર ફરિયાદ નોંધાવવી તો મામલો વધુ ગંભીર બની શકે છે.
શહેરમાં આ બનાવ ચર્ચાનો વિષય બન્યો છે અને પોલીસ કાર્યવાહી માટે દબાણ વધવા લાગ્યું છે.
SAURANG THAKKAR
AHMEDABAD JILLA BUREAU CHIEF
9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે
