અમદાવાદ:મિત્ર પાસે દારૂ પીવા પૈસા માંગ્યા જે નાં આપતાં બીજા મિત્રએ આડેધડ છરીના ઘા ઝીંકી દીધા હતા.
અમદાવાદ શહેરમાં વધી રહેલા ક્રાઈમ પર કંટ્રોલ લાવવા પોલીસ પ્રસાશન તરફથી બનતી દરેક કોશીશ કરવામાં આવે છે, પરંતુ ક્રાઈમ માં દિનપ્રતિદિન વધારો જ જોવા મળી રહ્યો છે.વધતા જતાં ક્રાઈમ માટે કોણ અને શું જવાબદાર છે,એ સંશોધનનો વિષય છે.માણસો આટલા અને ખાસ કરીને યુવા પેઢી કેમ આટલી વિકૃત બનતી જઈ રહી છે, કે તેમનામાં કાયદાનો પણ બિલકુલ ભય નથી રહ્યો? સામાન્ય બાબતમાં હત્યા જેવો ગંભીર ગુનો કરતાં પણ ખચકાતા નથી.
અમદાવાદ શહેરના શાહપુર વિસ્તારમાંથી આવી જ એક નજીવી બાબતમાં હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે.આ ઘટનાની વાત કરીએ તો હિરાબેન પરમાર નામની મહિલા રાજસ્થાન હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે.આ નર્સ હિનાબેન પરમારના પરિવારમાં બે દિકરા અને દિકરી છે. તેમનાં એક દિકરાનું નામ નિકુંજ પરમાર છે,જે થોડા દિવસ પહેલાં એક પ્રેસ માં નોકરી કરતો હતો,જે બે દિવસ પહેલા છોડી દીધી હતી કારણ કે તે બાદ તે એક ફાર્માસ્યુટિકલ કંપનીમાં નોકરી લાગવાનો હતો.બપોરે નિકુંજ બપોરના સમયે તેનાં ઘર પાસે ઉભો હતો,એ દરમિયાન હિમાંશુ વાણીયા નામનો તેનો મિત્ર તેને મળ્યો હતો અને દારૂ પીવા માટે પૈસાની માંગણી કરી હતી.પરંતુ નિકુંજ પાસે પૈસા નાં હોવાથી તેને પૈસા આપવાની નાં પાડી દીધી હતી. ત્યારબાદ હિમાંશુ ગુસ્સામાં આવીને અપશબ્દો બોલી ત્યાંથી ચાલ્યો ગયો હતો.એ બાદ જ્યારે નિકુંજ તેના ઘર બહાર ઉભો હતો,એ દરમિયાન હિમાંશુ ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં તેની પાસે આવ્યો હતો.
નિકુંજ કંઈ સમજે એ પહેલા ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં આવેલ હિમાંશુએ આડેધડ છરીના ઘા ઝીંકી દીધા હતા. શરીરનાં અને ગળાના ભાગમાં છરીના ઘા વાગતા લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો.આ ઘટનાની જાણ નિકુંજ ની માતા હિનાબેનને થતાં સ્થળ પર દોડી આવ્યા હતા અને જોતજોતામાં લોકોનાં ટોળેટોળા એકઠા થતા હિમાંશુ ત્યાંથી ભાગી ગયો હતો.નિકુંજ ગંભીર હાલતમાં હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત ગંભીર બતાવવામાં આવી હતી.
આ ઘટનાની જાણ માધુપુરા પોલીસ ને થતાં પોલીસ હોસ્પિટલમાં નિવેદન લેવા પહોંચી હતી.નિકુંજની માતા હિરાબેને માધવપુરા પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની ફરિયાદ દાખલ કરી છે,જેની માધવપુરા પોલીસ તપાસ કરી રહી છે.
SAURANG THAKKAR
A'BAD JILLA BUREAU CHIEF
9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.