ત્રિકોણ બાગ પાસે પ્રૌઢનું બેભાન હાલતમાં મોત - At This Time

ત્રિકોણ બાગ પાસે પ્રૌઢનું બેભાન હાલતમાં મોત


શહેરનાં ત્રિકોણ બાગ પાસે બીઆરટીએસ બસ સ્ટેશન પાસે બેભાન હાલતમાં પડેલ પ્રૌઢનું મોત નિપજયું હતું. મૃતક પ્રૌઢ પ્રિમીયમ સ્કૂલ પાસે કેરેલા પાર્કમાં રહેતાં હતાં. બનાવ અંગે મૃતકના પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ પ્રિમીયમ સ્કૂલ પાસે, કેરેલા પાર્કમાં રહેતાં અસેસકુમાર પ્રવિણચંદ્ર રાવલ (ઉ.વ.58) નામનાં પ્રૌઢ ગઈ કાલ બપોરના બે વાગ્યાની આસપાસ પોતે ત્રિકોણ બાગ પાસે બીઆરટીએસ બસ સ્ટેશન પાસે બેભાન હાલતમાં પડેલ હોય જેને 108 મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવારમાં ફરજ પરનાં તબીબે મૃત જાહેર કર્યા હતા.
બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે એ ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસ તુરંત દોડી જઈ જરૂરી કાર્યવાહિ કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથિમક તપાસમાં મૃતક પ્રૌઢ મૂળ સુરેન્દ્રનગરના વતની હોવાનું અને તેઓને હાર્ટ એટેક આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image