ભચાઉ ની શાળા નં-13 માં એડોલેશન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે અંતર્ગત T3 કેમ્પ યોજવા માં આવ્યો - At This Time

ભચાઉ ની શાળા નં-13 માં એડોલેશન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે અંતર્ગત T3 કેમ્પ યોજવા માં આવ્યો


ભચાઉ તાલુકા હેલ્થ ઓફિસર ડો.નારાયણ સિંગ સાહેબ ના માર્ગદર્શન હેઠળ ભચાઉ ની શાળા નં -13 માં એડોલેશન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે અંતર્ગત T3 કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં તાલુકા હેલ્થ સુપરવાઈઝર ચેતનાબેન જોશી, આર.બી.એસ.કે મેડિકલ ઓફિસર ડો. નેહલ ડાંગર તેમજ એડોલેશન્ટ હેલ્થ કાઉન્સેલર દિશા સુથાર અને શાળા ના પ્રિન્સિપાલ તેમજ શિક્ષકો હાજર રહ્યા હતા.
જેમાં ન્યુટ્રીશન તેમજ આઈ. એફ.એ ગોળી વિષે વિસ્તૃત માં માહિતી આપી હતી. જેમાં ખોરાકના છ ઘટકો, લીલા શાકભાજી, મીઠો લીમડો, ગોળ, ખજૂર, સરગવો વગેરે વિષે સમજાવ્યું હતું.
જેમાં 40 જેટલી કિશોરી ઓના એચ.બી ચેક કરવા માં આવ્યા હતા.
જે કિશોરીના એચ.બી ઓછા હતા તેમનું કાઉન્સેલિંગ કરવા માં આવ્યુ હતું.
જે કિશોરી નું એચ.બી વધારે હતું તેવી કિશોરી ને પ્રોત્સાહન ઇનામ આપવા માં આવ્યું હતું. ભચાઉ, કચ્છ

રિપોર્ટ : પ્રકાશકુમાર શ્રીમાળી
એટ ધીશ ટાઈમ ન્યૂઝ ભચાઉ
મો-9427392494


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.