સાવરકુંડલા ટાઉનમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ- ૧૬૭ કિ.રૂ.૪૬,૨૨૨/- નો મુદ્દામાલ પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ - At This Time

સાવરકુંડલા ટાઉનમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ- ૧૬૭ કિ.રૂ.૪૬,૨૨૨/- નો મુદ્દામાલ પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ


સાવરકુંડલા ટાઉનમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ- ૧૬૭ કિ.રૂ.૪૬,૨૨૨/- નો મુદ્દામાલ પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્જ આઈ.જી. સાહેબ શ્રી નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબનાઓએ અમરેલી જિલ્લામાથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશનના વેચાણ, સંગ્રહ અને હેરફેરની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઈડ કરવા સૂચના અને માર્ગદર્શન આપેલ હોચ,

જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન મળેલ બાતમી હકિકત આધારે પ્રોહી. અંગે રેઈડ દરમિયાન આરોપીઓ હાજર મળી આવેલ ન હોય, તેના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો મળી આવતા, આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી, મળી આવેલ પ્રોહી. મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા સાવરકુંડલા ટાઉન પો.સ્ટે.માં સોંપી આપેલ છે.

પકડવાના બાકી આરોપી:-
(1) અરવિંદ કાનાભાઇ મહિડા, રહે.સાવરકુંડલા, હાથરાણી રોડ, નિર્મળનગર, તા.સાવરકુંડલા, જિ.મામરેલી.
(૨) તુષાર ઉર્ફે ભુરી ગુણવંતભાઈ બગડા,રહે.સાવરકુંડલા, અમરેલી રોડ, બગડાવાસ, તા.સાવરકુંડલા, જિ.અમરેલી.

ઉપકડાયેલ મુદ્દામાલ:-
(૧) ભારતીય બનાવટની વિદેશી દારૂની મેકડોવેલ્સ નં. ૧ ઓરીજનલ રીઝવે વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ ૩૪ કિ.રૂ.૨૦,૨૩૫/-

(૨) ભારતીય બનાવટની વિદેશી દારૂની એવરગ્રીન રીઝર્વ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ ૧૨ 8.3.9,900/-

(3) ભારતીય બનાવટની વિદેશી દારૂની ઓલ સીઝન ગોલ્ડ કલેકશશન રીઝર્વ વતિસ્કીની ૧૮૦ એમ.એલ.ની બોટલો નંગ ૯૪ કિ.4.૧૮,૫૪૦/-

(૪) ભારતીય બનાવટની વિદેશી દારૂની ક્રિમ્પીમ સ્પેશ્યલ વ્હીસ્કીની ૧૮૦ એમ.એલ.ની બોટલો નંગ ક્ષેત્ર કિ.રૂ.૧,૧૫૦/-મળી કુલ બોટલો નંગ ૧૬૭ કિ.રૂ.૪૬,૨૨૨/- નો મુદ્દામાલ.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઈ.શ્રી એસ.આર.ગોહિલ તથા એ.એસ.આઇ. યુવરાજસિંહ રાઠોડ, અજયભાઈ સોલંકી, ઘનશ્યામભાઈ મકવાણા તથા હેડ કોન્સ. જયેન્દ્રભાઈ બસીયા, હરેશભાઈ કુવારદાસ દ્વારા કરવામાં આવેલ છે.


9537666006
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.