હિંમતનગર ગાંભોઇ ખાતે ત્યજી દિધેલ બાળકીના આરોપી માતા-પિતા ને શોધી કાઢેલ જ
નવજાત બાળકીને ત્યજી દેનાર આરોપી માતા - પિતાને ગણતરીના કલાકોમાં શોધી કાઢતી ગાંભોઇ પોલીસ ટીમ પોલીસ
એક નવજાત બાળક ગાંભોઇ જી.ઇ.બી ઓફિસની પાછળના ખેતરમાં માટી નીચે દાટેલ હાલતમાં મળેલ જેના કામે આરોપીની તાત્કાલીક શોધખોળ સારૂ તથા ગુન્હો ડિટેક્ટ કરવા સારૂ સુચનાઓ આપેલ હોય જે આધારે નાયબ પોલીસ અધીક્ષક શ્રી . કે.એચ.સુર્યવંશી હિંમતનગર ડીવીજન તથા સર્કલ પોલીસ ઇન્સ્પેકટર શ્રી , હિંમતનગર સર્કલ નાઓના માર્ગદર્શન હેઠળ આ ગુન્હો ડિટેક્ટ કરવા સારૂ સુચનાઓ કરેલ તેમજ પોલીસ અધિક્ષક સા . હિંમતનગર – સા.કા , નાઓએ આરોપીઓની શોધખોળ સારૂ તથા ગુન્હો શોધી કાઢવા સારૂ એલ.સી.બી. શાખા તથા એસ.ઓ.જી. તથા ગાંભોઇ પોલીસ સ્ટેશનની અલગ અલગ પોલીસની ટીમો બનાવી જેમાં અમો સી.એફ.ઠાકોર પોલીસ સબ ઇન્સ્પેક્ટર નાઓને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે આ ગુન્હાના શકમંદ માતા માણસા મુકામે તથા બાળકીના પિતા સરસાઇ તા.કડી ગામે જતા રહેલ હોય જે આધારે અમો સી.એફ.ઠાકોર પોલીસ ટીમના માણસો સાથે માણસા તથા સરસાઇ તા.કડી ખાતે જઇ આરોપીઓ મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી ગાંભાઇ પોલીસ સ્ટેશન લાવી વિગતવાર પુછપરછ કરતા શકમંદોએ પોતાનો ગુન્હો કબુલેલ અને જણાવેલ કે , “ અમારે દિકરીનો જન્મ થયેલ જે અધુરા માસે જન્મેલ હોય આ દિકરીનો નીકાલ કરી દેવાનુ નક્કિ કરેલ " જેમાં આરોપણબાઇ મંજુલાબેને બાળકીને ઘરની પાછળ આવેલ ખુલ્લા ખેતરમાં જઇ હાથેથી ખેતરમાં ખાડો કરી જમીનમાં દાટતી હતી ત્યારે આરોપી શૈલેષ આજુબાજુમાં કોઇના જોઇ જાય તેનુ ધ્યાન રાખતો હતો જે હકિકત આધારે આરોપીઓ વિરુધ્ધમાં કાયદેસરની કાર્યાવાહિ કરવામાં આવેલ છે .
અહેવાલ અશોકભાઈ નાય
ગાંભોઈ હિંમતનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.