બોટાદ જિલ્લાકક્ષા ૧૫ થી ૩૫ વર્ષના યુવક-યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગા શિબિરનું આયોજન
શિબિરમાં ભાગ લેવા ઇચ્છતા યુવક-યુવતીઓએ તા.૭ નવેમ્બર,૨૦૨૨ સુધીમાં અરજી મોકલી આપવાની રહેશે
શિબિરાર્થીઓને પ્રવાસ ખર્ચ, ભોજન, નિવાસ, પ્રમાણપત્ર રાજ્ય સરકાર તરફથી આપવામાં આવશે
યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના ઉપક્રમે રાજયમાં વસતા યુવક યુવતીઓના સર્વાંગી વિકાસ માટે દરેક જિલ્લામાં વ્યક્તિત્વ વિકાસ અને યોગા શિબિરનું આયોજન કરવાનું નક્કી કરેલ છે. બોટાદ જિલ્લામાં વસવાટ કરતાં અભ્યાસ ન કરતાં કે અભ્યાસ કરતાં કોઈપણ ૧૫ થી ૩૫ વર્ષની વય ધરાવતા યુવક-યુવતીઓ આ શિબિરમાં ભાગ લઈ શકશે. કુલ-૪૫ યુવક-યુવતીઓ માટે ૪ દિવસની શિબિરનું આયોજન થશે.
આ શિબિર દરમિયાન શિબિરાર્થીઓના વ્યક્તિત્વ વિકાસ માટે યુવક મંડળની સ્થાપના, રચનાની કાર્ય પધ્ધતિ, પંચાયતી માળખાનો ખ્યાલ, નેતૃત્વ અંગેના ગુણોની ચર્ચા, સામાજિક દૂષણો સામે વિરોધ, રાષ્ટ્રીય એકતા તેમજ પોતાનામાં રહેલ શક્તિઓને રચનાત્મક માર્ગે વાળવા અંગે તજજ્ઞો દ્વારા વિવિધ સમજ માર્ગદર્શન આપવામાં આવશે. જ્યારે શારીરિક માનસિક તેમજ આધ્યાત્મિક વિકાસ માટે યોગ શિક્ષકો દ્વારા વિવિધ પ્રકારના આસનોનું પ્રત્યક્ષ જ્ઞાન આપવામાં આવશે. શિબિરાર્થીઓને પ્રવાસ ખર્ચ, ભોજન, નિવાસ, પ્રમાણપત્ર રાજ્ય સરકાર તરફથી આપવામાં આવશે.
આ શિબિરમાં ભાગ લેવા ઇચ્છતા યુવક-યુવતીઓ જેમની ઉંમર તા. ૩૧/૧૨/૨૦૨૨ ના રોજ ૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદામાં આવતા હોય તેવા યુવક-યુવતીઓ https://commi-synca.gujarat.gov.in/application-forms-guj.htm વેબ સાઇટ પરથી પરથી ડાઉન લોડ કરી સંપૂર્ણ વિગતો ભરી આધાર પુરાવા સાથે અથવા સ્વ અક્ષરમાં અરજી કરવાની રહેશે. ભાગ લેનારે અરજીમાં પુરુનામ, સરનામું, જન્મ તારીખ (દાખલો જોડાવો), અભ્યાસ, સંપર્ક નંબર પાસપોર્ટ સાઇઝ ફોટા સાથે અરજી કરવાની રહેશે.
જિલ્લા રમત ગમત અધિકારી કચેરી, જિલ્લા સેવા સદન AS/13 ખસરોડ બોટાદ ખાતે તા. ૦૭/૧૧/૨૦૨૨ સુધીમાં મોકલી આપવાની રહેશે. વધારે વિગતો માટે કચેરીનો સંપર્ક સાધવાનો રહેશે તેમ, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, બોટાદ દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.