રાજ્યની સ્કૂલોમાં શિક્ષકો- આચાર્ય વિદ્યાર્થીઓ સામે ધ્રુમપાન કરે તો ફોજદારી ગુનો દાખલ કરાશે. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/wtblmoyvvbck1rkd/" left="-10"]

રાજ્યની સ્કૂલોમાં શિક્ષકો- આચાર્ય વિદ્યાર્થીઓ સામે ધ્રુમપાન કરે તો ફોજદારી ગુનો દાખલ કરાશે.


રાજ્યની અનેક સ્કૂલોમાં વિદ્યાર્થીઓની હાજરીમાં જ શિક્ષકો અને આચાર્ય પણ તમાકુ સહિતના ધ્રૂમપાન કરતાં હોવાની ફરિયાદ બાદ કમિશનર ઓફ સ્કૂલ દ્વારા દરેક જિલ્લા શિક્ષણાધિકારીને તાકીદ કરવામાં આવી છે. હવે પછી આ પ્રકારની પ્રવૃત્તિઓ કરતાં કોઇ પકડાય તો ફોજદારી ગુનો દાખલ કરવાની ચીમકી અપાઇ છે.

શાળાની અમુક ત્રિજ્યાના અંતર સુધીમાં તમાકુ કે સિગારેટ, મસાલા જેવા ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ છે.
આમ છતાં કેટલીક શાળાઓના શિક્ષકો કે આચાર્ય ખુલ્લેઆમ બાળકોની હાજરીમાં મસાલા-માવા મસળીને ખાતા જોવા મળતાં હોય છે. શિક્ષણના મંદિરમાં બાળકોને જીવનના ઘડતરના પાઠ શીખવવાના હોય છે ત્યાં વ્યસન કરવાના પાઠ ભણીને જાય છે તે શિક્ષણ જગત માટે લાંછનીય છે. ભારતીય સંસદે તમાકુ નિયંત્રણ ધારા અંતર્ગત વર્ષ 2004થી જાહેર સ્થળોએ ધ્રૂમપાન કે મસાલા ખાવા પર પ્રતિબંધ મૂક્યો છે. જેમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરી દ્વારા તમાકુ નિયંત્રણ અધિનિયમનો અમલ કરવા તાકીદ કરવામાં આવી છે. જેના અનુસંધાનમાં સ્કૂલોમાં આ પ્રકારની પ્રવૃત્તિઓ કરતાં શિક્ષકો કે આચાર્ય જોવા મળે તો તેની સામે ફોજદારી ગુનો દાખલ કરવાની તાકીદ પણ કરવામાં આવી છે.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]