બોટાદ જિલ્લાના દિવ્યાંગજનો મતદાન થકી લોકશાહીના પર્વમાં ૧૦૦ ટકા હિસ્સેદારી નોંધાવે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર કટીબદ્ધ
બોટાદ શહેરમાં દિવ્યાંગોને મતદાન મથકોએ લઈ જવા માટે વાહનની ખાસ વ્યવસ્થા
દિવ્યાંગ મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરાયા
લોકશાહીના પર્વમાં બોટાદના દિવ્યાંગજનો મતદાન થકી લોકશાહીના પર્વમાં ૧૦૦ ટકા હિસ્સેદારી નોંધાવે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રી બી.એ.શાહના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર સતત કાર્યરત છે. ત્યારે બોટાદ જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, જિલ્લા બાળ સુરક્ષા એકમ અને વિકલાંગ પરીવર્તન ટ્રસ્ટનાં સંયુક્ત ઉપક્રમે વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયે દિવ્યાંગ મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ જાગૃતિ કાર્યક્રમમાં પી.ડબ્લ્યૂ.ડી(PwD) નોડલ અધિકારીશ્રી અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી વી.ડી બગડા દ્વારા દિવ્યાંગજનોને મતદાન કરવા અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી એસ.એલ.ડવે મતદાનના દિવસે દિવ્યાંગોને જરૂરી મદદ મેળવવા માટે ટોલ ફ્રી નંબર -૦૨૮૪૯-૨૭૧૩૨૩ ઉપર સંપર્ક કરવા અનુરોધ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે બોટાદ શહેરમાં દિવ્યાંગો માટે પ્રાંત કચેરી દ્વારા વાહન વ્યવસ્થા કરવામાં આવી છે. જે બાબતે દિવ્યાંગજનોને માહિતગાર કરાયા હતા.
જિલ્લા બાળ સુરક્ષા એકમના સુરક્ષા અધિકારીશ્રી જીતેન્દ્રકુમાર જી. કારેલીયા દ્વારા મતદાન દરમિયાન દિવ્યાંગજનોને (બિન સંસ્થાકીય સંભાળ) વ્હીલચેરમાં લાવતી વખતે કેવી તકેદારી રાખવી જોઈએ, તેના વિશે જાણકારી આપવામાં આવી હતી. એમ.ડી સ્કૂલ, પાળીયાદ રોડ, બોટાદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા બાળ સુરક્ષા એકમના સુરક્ષા અધિકારી શ્રી ગોરધનભાઇ મેર(સંસ્થાકીય સંભાળ) દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દિવ્યાંગ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.