મતદાન પૂર્ણ થવાના ૪૮ કલાક અગાઉ પ્રચારકો/કાર્યકર્તાઓએ સબંધિત મતવિસ્તાર છોડીને જતા રહેવા અંગે જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામું - At This Time

મતદાન પૂર્ણ થવાના ૪૮ કલાક અગાઉ પ્રચારકો/કાર્યકર્તાઓએ સબંધિત મતવિસ્તાર છોડીને જતા રહેવા અંગે જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામું


બોટાદ જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એ.શાહે ફરમાવ્યું છે કે, બોટાદ જિલ્લામાં સમાવિષ્ટ ૧૦૬-ગઢડા અને 1૦૭-બોટાદ વિધાનસભા મત વિસ્તારો હેઠળના અથવા તેના ભાગમાં સમાવિષ્ટ તમામ વિસ્તારોમાં એટલે કે સમગ્ર બોટાદ શહેર,બોટાદ ગ્રામ્ય તથા ગઢડા તાલુકામાં તથા લીંબડી વિધાનસભા મતવિભાગના નાગ્નેશ ગામના વિસ્તારમાં મતદાન પુરૂ થવાના સમય (તા.૦૧/૧૨/૨૦૨૨ ના સાંજના ૦૫:૦૦ કલાક)ના ૪૮:૦૦ કલાક અગાઉ (તા.૨૯/૧૧/૨૦૨૨ ના સાંજના ૦૫:૦૦ કલાક) તથા ૫૯-ધંધુકા વિધાનસભા મત વિસ્તારો હેઠળના અથવા તેના ભાગમાં સમાવિષ્ટ તમામ વિસ્તારોમાં એટલે કે બરવાળા અને રાણપુર તાલુકામાં નાગ્નેશ ગામ સિવાયના વિસ્તારમાં મતદાન પુરૂ થવાના સમય (તા.૦૫/૧૨/૨૦૨૨ ના સાંજના ૦૫:૦૦ કલાક)ના ૪૮:૦૦ કલાક અગાઉ (તા.૦૩/૧૨/૨૦૨૨ ના સાંજના ૦૫ :૦૦ કલાક) થી એટલે કે જાહેર ચૂંટણી પ્રચાર બંધ થયા બાદ કોઈપણ રાજકીય પક્ષ/ઉમેદવારના પ્રચારકો/કાર્યકર્તાઓ કે જેઓ સબંધિત વિધાનસભા મતવિભાગના મતદાર ન હોય તેમણે તેવો વિસ્તાર છોડીને જતા રહેવાનું રહેશે.

ઉમેદવારના/રાજકીય પક્ષના ચૂંટણી સબંધી કામગીરી સંભાળતા કાર્યકરોએ જે—તે વિધાનસભા મત વિસ્તારના મતદાર હોવા અંગેનો આધાર (ફોટો ઓળખપત્ર) સાથે રાખવાનો રહેશે. વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨- અન્વયે આ જાહેરનામાનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ઈસમો સામે આઈ.પી.સી કલમ-૧૮૮ મુજબ ફરીયાદ દાખલ કરાશે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon