મતદાર નોંધણી અધિકારી-107 બોટાદ વિધાનસભા અને પ્રાંત અધિકારી,બોટાદના અધ્યક્ષસ્થાને મતદારયાદી બાબતે સમીક્ષા બેઠક યોજાઇ - At This Time

મતદાર નોંધણી અધિકારી-107 બોટાદ વિધાનસભા અને પ્રાંત અધિકારી,બોટાદના અધ્યક્ષસ્થાને મતદારયાદી બાબતે સમીક્ષા બેઠક યોજાઇ


મતદાર નોંધણી અધિકારી-107 બોટાદ વિધાનસભા અને પ્રાંત અધિકારી,બોટાદના અધ્યક્ષસ્થાને મતદારયાદી બાબતે સમીક્ષા બેઠક યોજાઇ

યુવાવર્ગના મતદારોની મહત્તમ નોંધણી કરી અદ્યતન યાદી તૈયાર કરવા પ્રાંત અધિકારીશ્રીએ આપ્યું માર્ગદર્શન

મતદાર નોંધણી અધિકારી-107 બોટાદ વિધાનસભા અને બોટાદ પ્રાંત અધિકારીશ્રી ચરણસિંહ ગોહિલના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના અધિકારીશ્રીઓ સાથે મતદારયાદી સંબંધિત સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.આ બેઠકમાં 18 અને 19 તથા 20થી 29 વયજૂથમાં ઇપી રેશિયોમાં તફાવત અને આ વયજૂથના યુવા મતદારોની મહત્તમ નોંધણી કરવા બાબતે વિગતવાર ચર્ચા કરી આયોજન કરવામાં આવ્યું હતું. આગામી સમયમાં બોટાદ જિલ્લામાં યોજાનારા વિવિધ કાર્યક્રમો જેમકે, રવિ કૃષિ મહોત્સવ તથા વિકસિત ભારત સંકલ્પયાત્રા કાર્યક્રમમાં ગામેગામ મહત્તમ લોકોને મતદારયાદી સુધારણા અંગે જાગૃતિ મળે તે રીતે પ્રયત્નો હાથ ધરવા પ્રાંત અધિકારીએ સૌને માર્ગદર્શિત કર્યા હતાં.આ બેઠકમાં જિલ્લા પૂરવઠા અધિકારી(ઇ.ચા)એન.બી.મોદી,જિલ્લા શિક્ષણાધિકારીશ્રી વિક્રમસિંહ પરમાર,મદદનીશ મતદાર નોંધણી અધિકારીશ્રી,નાયબ મામલતદારશ્રીઓ,બી.એલ.ઓ.સુપરવાઇઝરશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.