લાકડીયા ટાઉનમાં મહિલાના ગળામાંથી સોનાની ચેન ઝૂંટવી નાશી જનાર આરોપીને ગણતરીના કલાકમાં મુદામાલ સાથે પકડી પાડતી લાકડીયા પોલીસ - At This Time

લાકડીયા ટાઉનમાં મહિલાના ગળામાંથી સોનાની ચેન ઝૂંટવી નાશી જનાર આરોપીને ગણતરીના કલાકમાં મુદામાલ સાથે પકડી પાડતી લાકડીયા પોલીસ


મે.પોલીસ મહાનિરિક્ષકશ્રી જે.આર.મોથાલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા મે,પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ તથા મે.નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉનાઓએ ચોરી/લુંટના મિલ્કત સબંધી ડીટેકટ/અનડીટેકટ ગંભીર ગુનાઓના ભેદ ઉકેલી ચોર-મુદામાલ શોધી કાઢવા કાયદેસર કાર્યવાહી કરવા સારૂ આપેલ સુચના અન્વયે લાકડીયા પોલીસ સ્ટેશનમાં તા-૧૮/૦૭/૨૦૨૩ ના રોજ ગુ.ર.નં-૧૧૯૯૩૦૧૧૨૩૦૦૯૨ ઇ.પી.કો કલમ-૩૭૯(એ) મુજબનો ગુનો દાખલ થયેલ જેની આગળની તપાસ પોલીસ ઈન્સ્પેક્ટર આર.આર.વસાવા નાઓએ સંભાળી બનાવની ગંભીરતા લઈ ગુના કામે ફરીયાદી મહિલાની સોનાની ચેન ઝૂંટવી નાશી જનાર આરોપીને પકડી પાડવા તાબાના માણસોને જરુરી સુચનાઓ આપી હ્યુમન સોર્સ અને ટેકનીકલ સર્વેલાન્શ આધારે તપાસ હાથ ધરી ખાનગી રાહે બાતમી હકિકત આધારે સદર ગુના કામેના આરોપીને મુદામાલ સાથે પકડી પાડી આગળની તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

- પકડાયેલ આરોપી:-

અરવિંદ ડાયાભાઈ કોલી ઉ.વ-૩૪ રહે. ખરાવાડ લાકડીયા તા-ભચાઉ કચ્છ

- રીકવર કરેલ મુદામાલ:-

સોનાની ચેન કી. રૂ-૫૦,૦૦૦/-

આ કામગીરી પોલીસ ઈન્સ્પેક્ટર આર.આર.વસાવા તથા પો.કોન્સ. લક્ષ્મણદેવસિંહ ઝાલા, દિલીપ ચૌધરી, વરજાંગ રાજપૂત, હસમુખ ચૌધરીનાઓ દ્વારા કરવામાં આવેલ

છે.


9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.