સામખિયાળી માં આવેલ સર્વ સમાજ સેવા ટ્રસ્ટ માં રહેતા બાળકો નો સહારો બની રામદેવપીર ના મેળામા બાળકોને મેળાનો આનંદ કરાવતી SHE-TEAM ભચાઉ - At This Time

સામખિયાળી માં આવેલ સર્વ સમાજ સેવા ટ્રસ્ટ માં રહેતા બાળકો નો સહારો બની રામદેવપીર ના મેળામા બાળકોને મેળાનો આનંદ કરાવતી SHE-TEAM ભચાઉ


પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા બોર્ડર રેન્જ ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષક સાગ૨ બાગમાર પુર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક સાગ૨ સાંબડા ભચાઉ વિભાગ નાઓ તરફથી જિલ્લામાં સુરક્ષા સેતુ અંતર્ગત તેમજ શી-ટીમ દ્રારા સીનીયર સીટીજન તથા મહીલા સશકતીક૨ણ તેમજ અન્ય વિવિધ કાર્યક્રમ કરાવવામા આવતા હોઇ તેમની સુચના અને માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જી.ખાંભલા તથા પોલીસ શી- ટીમ દ્રારા ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારના વોંધ ગામે યોજાયેલ રામદેવપીરના મેળામાં સર્વ સમાજ સેવા ટ્રસ્ટ ના ૩૦ બાળકોને રામદેવપીરના મેળામા લઈ જઈ બાળકોને રામદેવપીરના દર્શન કરાવી મેળામા વિવિધ ચકડોળોમા બેસાડી તેમજ બાળકોને નાસ્તો કરાવવામા આવેલ તેમજ બાળકોને મનગમતા રમકડાની ખરીદી કરાવવામા આવેલ તેમજ ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જી.ખાંભલા દ્રારા બાળકોને મેળાનુ મહત્વ સમજાવામા આવેલ બાદ મેળામા બાળકોએ બહુ મજા માણી અને આનંદીત થયેલ હતા

આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જી.ખાંભલા તથા ભચાઉ શી-ટીમ દ્વારા કરવામાં આવેલ છે.


9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.