નેત્રમ વિશ્વાસ પ્રોજેક્ટની શરાહનીય કામગીરી રૂ.૧૨૦૦૦ના સામાન ભેરેલ ગુમ થેલી શોધી કાઢી - At This Time

નેત્રમ વિશ્વાસ પ્રોજેક્ટની શરાહનીય કામગીરી રૂ.૧૨૦૦૦ના સામાન ભેરેલ ગુમ થેલી શોધી કાઢી


નીશાબેન નામની મહિલા અને તેના ફેમીલી દ્વારા નેત્રમ તેમજ રીક્ષા ચાલક વાલાભાઇ હરદાસભાઇનો આભાર વ્યક્ત કર્યો.

ગોસા(ઘેડ) તા.૦૫/૦૨/૨૦૨૫
હાલમાં લગ્નસરા ની સીઝન ચાલી રહી છે. ત્યારે લગ્નના કપડાં થેલીમાં લઈને ગત.
તા. ૦૩/૦૨/૨૦૨૫ ના રોજ બપોર બાદ બેથી ત્રણેક વાગ્યા અરસામાં પોરબંદર ખાતે રહેતા નીશાબેન અને ફેમીલી સાથે જુની છાયા નગર પાલીકા પાસેથી એક ઓટો રીક્ષામાં નવા કુંભારવાડા જવા માટે બેસેલ હતાં.
તે દરમ્યાન એક થેલી રીક્ષાના પાછળના ભાગે રાખેલ હતી.અને તેમાં રહેલ શેરવાની તથા અન્ય લગ્નના કપડા મળી આશરે કિ.રૂ.૧૨,૦૦૦/- નો સામાન રીક્ષામાં ભુલાઇ ગયેલ હોય જે શોધવા માટે નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે અરજદાર રૂબરૂ આવી નેત્રમ ઇન્ચાર્જ ને જાણ કરતા કરવામાં આવેલ હતી.
નેત્રમ ઇન્ચાર્જ દ્વારા નેત્રમ સ્ટાફને આ રીક્ષા શોધવા માટે જરૂરી સુચના આપતા નેત્રમ સ્ટાફ દ્વારા રીક્ષા જે રૂટ ઉપરથી પસાર થયેલ તે રૂટ જેમાં રાધે ક્રિષ્ના હોલ, છાયા ચોકી ચાર રસ્તા, જુના ફુવારા વગેરે જગ્યા એ થઈને રીક્ષા પસાર થઇ હતી ત્યાં વિશ્વાસ પ્રોજેક્ટના સીસીટીવી ચેક કરતા એક ઓટોરીક્ષા પસાર થતા જોવા મળેલ.
જે અરજદાર અને તેમનુ ફેમીલી રીક્ષામાં બેઠેલ છે તેવુ જણાવતા તે રીક્ષા ઓળખી બતાવતા હોય જે રીક્ષાના રજી. નં. GJ09A V2795 હોય જે વાહન ચાલકનો સંપર્ક કરતા તેમની પાસે અરજદારના જણાવ્યા મુજબની એક થેલી જેમાં લગ્નના કપડા છે.જે થેલી મારી રીક્ષામાંથી મળી આવેલ તેવુ રીક્ષા ચાલક દ્વારા જણાવેલ જેથી રીક્ષા ચાલક તેમજ અરજદારને નેત્રમ ખાતે રૂબરૂ બોલાવી અરજદાર પાસે થેલી ચેક કરાવડાવી રીક્ષા ચાલકના હસ્તે અરજદારને પરત કરેલ જે બાબતે અરજદાર નીશાબેન અને ફેમીલી દ્વારા નેત્રમ તેમજ રીક્ષા ચાલક વાલાભાઇ હરદાસભાઇ નો આભાર વ્યક્ત કર્યો હતો.
આ કામગીરીમાં નેત્રમ શાખા ના ભરતભાઈ વાઢેર અને પોલીસ સબ ઈન્સ્પેકટર આર. ડી. ચૌહાણ રોકાયા હતાં.
રિપોર્ટર :- વિરમભાઈ કે. આગઠ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image